મોદી અને ટ્રમ્પ વચ્ચે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પરત લેવા મુદ્દે શું કોઈ નીતિ નક્કી થઇ છે ? શું પગલાં લેવાશે ?

Reena Brahmbhatt
2 Min Read

India Illegal Immigrants In USA :યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (27 જાન્યુઆરી) જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે. આ નિવેદન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રથમ ટેલિફોન વાતચીત પછી આવ્યું છે, જે ટ્રમ્પે બીજા કાર્યકાળ માટે શપથ લીધા પછી તેમની પ્રથમ વાતચીત હતી. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી ફેબ્રુઆરીમાં ક્યારેક અમેરિકા જશે. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે બંને દેશોના રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે ભારત અને અમેરિકા વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટેલિફોન વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમણે પીએમ મોદી સાથે ઇમિગ્રેશન અંગે પણ ચર્ચા કરી અને આશા વ્યક્ત કરી કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે યોગ્ય પગલાં લેશે. આ મુદ્દો ટ્રમ્પની ઝુંબેશનો એક મહત્વપૂર્ણ ભાગ હતો, જેણે તેમને ડેમોક્રેટિક નેતા જો બિડેન સામે હાર્યા પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરવામાં મદદ કરી.

- Advertisement -

અમેરિકાની ઇમિગ્રેશન નીતિ
કોલંબિયા સરકાર દ્વારા રવિવારે (26 જાન્યુઆરી) બોગોટા એરપોર્ટ પર બે યુએસ લશ્કરી વિમાનોને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ઊભો થયો, જે બાદ અમેરિકાએ કોલંબિયા પર 25 ટકા ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો અને સરકારી અધિકારીઓની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો. જોકે, બાદમાં કોલંબિયાની સરકારે અમેરિકાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા તરત જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને બાદમાં પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના દેશમાં પાછા મોકલવાની વાત કરી હતી અને બાદમાં તેમણે આ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ઈમિગ્રેશનના આ મુદ્દે પીએમ મોદી સાથેની વાતચીતમાં તેમણે આ વાતનો સમાવેશ કર્યો અને કહ્યું કે ભારત આ વિષય પર જે પણ કરશે તે યોગ્ય રહેશે

Share This Article