કેરળમાં ભારે વરસાદ – દેશના બીજા ભાગોમાં ભારે ગરમી

Reena Brahmbhatt
3 Min Read

અર્નાકુલમમાં જળબંબાકાર જેવી સ્થિતિ : અનેક વૃક્ષ ધરાશાયી : તિરુવનંતપુરમ, તા.ર4 : દેશમાં ચોમાસાના વિધિવત આરંભ પહેલા પ્રિ મોન્સૂન ગતિવિધિ હેઠળ કેરળમાં ભારે વરસાદ થયો છે. ઠેર ઠેર રસ્તાઓ જળબંબાકાર થતાં અને વૃક્ષો ધરાશાયી થવાને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજ્યમાં 8 રાહત છાવણી શરૂ કરાઈ છે જેમાં રર3 લોકોને આશરો અપાયો છે.

અર્નાકુલમમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. રસ્તાઓ પર તૂટી પડેલા વૃક્ષો હટાવવા ફાયર વિભાગે મોટાપાયે કામગીરી શરૂ કરી છે. રાજ્યના પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટાયમ, ઈડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વરસાદને લગતાં એલર્ટ વચ્ચે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યંy કે થોડા સમયમાં ભારે વરસાદને પગલે અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભૂસ્ખલનનો પણ ખતરો છે.

- Advertisement -

40442224 605

રાજસ્થાનમાં ભીષણ તાપથી નવ મૃત્યુ : ફલોદીમાં 49 ડિગ્રી : જયપુર, તા. ર4 : રાજસ્થાન ભીષણ ગરમીથી ત્રાહિમામ છે. ફલોદીમાં વિક્રમી 49 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બાડમેરમાં દેશમાં સૌથી વધુ 48.8 ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના સાત શહેરમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સે.થી વધુ રહ્યું છે. આઠ જણનાં મૃત્યુ થયા છે. જયપુર હવામાન કેન્દ્રએ જણાવ્યું કે, આગામી બે દિવસ તાપમાન વધુ ભીષણ બનશે ત્યાર બાદ તેમાં થોડો ઘટાડો થશે. રાજ્યમાં ગરમીને લગતા વિવિધ બનાવમાં બાલોતરમાં બે સહિત રાજ્યમાં કુલ આઠનાં મૃત્યુ થયાં છે, જેમાં બિકાનેરમાં સૈન્યના જવાન સંદીપ કુમાર સામેલ છે. પપ વર્ષીય મૂળારામ ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તબિયત લથડતાં સારવાર માટે ખસેડાયા બાદ મૃત્યુ થયું હતું. રિફાઈનરી કંપનીમાં કામ કરતા રર વર્ષના મંટૂની તબિયત બગડયા બાદ મૃત્યુ થયું હતું. બાડમેરમાં લૂને કારણે 3પ વર્ષના એક યુવાનનું મૃત્યુ થયું હતું. ભીલવાડા અને જાલોરમાં પણ ભીષણ ગરમીથી મૃત્યુ થયા છે.

- Advertisement -

જાલોર રેલવે સ્ટેશને ગુજરાતથી આવેલા સોહન રામનું ચક્કર આવ્યા બાદ મૃત્યુ થયું હતું. રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ફલૌદીમાં તાપમાન 48.6, ફતેહપુરમાં 47.6, જેસલમેરમાં 47.પ, જોધપુરમાં 47.4, જાલોરમાં 47.3, કોટામાં 47.ર, ચૂરુમાં 47, ડુંગરપુરમાં 46.8, ચિતૌડગઢમાં 4પ.પ અને જયપુરમાં 44 ડિગ્રી સે. નોંધાયું હતું. સખત તાપના કારણે ગુજરાતમાં સ્થિતિ બેહાલ બની છે તેવામાં હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી કરી છે, તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેતાં રેડ એલર્ટ જારી કરાયું છે. તે વચ્ચે શક્રવારે અમદાવાદમાં હીટ સ્ટ્રોકના એક યુવક અને આધેડને 100 ડિગ્રીથી ઉપર તાવ સાથે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં બંનેનાં મોત થયાં હતાં, તો બીજી બાજુ ડીસામાં 44.8, વલ્લભવિદ્યાનગરમાં 44.1 અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Share This Article