Highly Hazardous Pesticides India: ભારતમાં માણસની જાનની કિંમત કેટલી ઓછી છે?
જે ઝેર દુનિયા નકારી ચૂકી, એ ભારતમા બિન્દાસ વપરાય છે…લોકો મરે તો મરે
વિચારો…
WHO એટલે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંસ્થા. એણે સ્પષ્ટ કહ્યું છે કે 27 પ્રકારની પેસ્ટિસાઈડ દવાઓ “Highly Hazardous” છે. એટલે કે આ દવા સીધી કેન્સર, બ્લડ કેન્સર, પાર્કિન્સન, વાંઝિયાપણું અને નવજાત બાળકોમાં ખામી લાવે છે.
યુરોપના 27 દેશો, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ – દુનિયાના અડધાથી વધુ દેશોએ માણસોના જીવ બચાવવા માટે આ 27 દવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.
પણ ભારતમાં શું થાય છે?
અહીં એ જ 27 ઝેરી દવાઓ ખેતરની દરેક દુકાનમાં “સુપર પાવર”, “ગ્રીન બૂસ્ટર” ના નામે વેચાય છે.
કંપનીનો માણસ ખેડૂતને કહે “છાંટો સાહેબ, પાક ડબલ થશે”.
અને આપણે શહેરમાં બેસીને એ જ ઝેર વાળું અનાજ, શાકભાજી અને દૂધ “સસ્તું છે” કહીને ખરીદીએ છીએ.
મતલબ સાફ છે – દુનિયાને ભારતીયનો જીવ વહાલો છે, પણ ભારત સરકારને નથી.
અહીં કાયદો નબળો છે, Lobbying મજબૂત છે અને માણસની જાન સૌથી સસ્તી છે.
“India’s Story” ફિલ્મ ની કહાની પરથી
ફિલ્મમાં એક સામાન્ય પરિવારની કહાની છે.
હીરોની 7 વર્ષની દીકરી ને અચાનક બ્લડ કેન્સર થાય છે. 6 મહિનાની ટ્રીટમેન્ટ પછી પણ એ બચી નથી શકતી.
ડોક્ટરના બધા રિપોર્ટ એક જ વાત કહે છે – કારણ છે લાંબા સમય સુધી પેસ્ટિસાઈડ વાળો ખોરાક અને પાણી.
માતા-પિતા ચૂપ નથી બેસતા. એ કોર્ટમાં કેસ કરે છે. આરોપી છે મોટી-મોટી Pesticides કંપનીઓ.
કોર્ટમાં રજૂ થયેલા પુરાવા:
1. ખોરાક દ્વારા ઝેર
લેબ રિપોર્ટમાં શાકભાજી, અનાજ, દૂધમાં Chlorpyrifos, Glyphosate, Atrazine મળ્યા. WHO એ આ બધાને “Highly Hazardous” કહ્યા છે.
2. ખેડૂતોના રોગો
જે ખેડૂતો રોજ આ દવા છાંટે છે એમને પાર્કિન્સન, શ્વાસના રોગ, વાંઝિયાપણું, સ્કિન કેન્સર થાય છે. કંપની કોઈ માસ્ક-ટ્રેનિંગ આપતી જ નથી.
3. આખું ગામ બીમાર
ગામના પાણી અને જમીનમાં આ ઝેર 20 વર્ષ સુધી રહે છે. પરિણામ: 10 માંથી 3 બાળકને કોઈ ને કોઈ બીમારી.
કોર્ટમાં 1 જ સવાલ ગુંજ્યો
“જ્યારે દુનિયાના 50 દેશોમાં આ દવા બેન છે, તો ભારતમાં કેમ વેચાય છે?
Pesticides કંપનીઓની Lobbying ને કારણે કોઈ કડક નીતિ-નિયમ કેમ નથી?”
નિષ્કર્ષ
આ ફિલ્મ અને હકીકત આપણને 1 જ વાત શીખવે છે.
આપણે જે “સસ્તું અને ચમકતું” શાક ખરીદીએ છીએ, એની પાછળ કોઈની જિંદગીનું મોત છુપાયેલું હોઈ શકે.
ઝેરથી મરવું મંજૂર છે, પણ જાગૃત થવું નહીં?
જ્યાં સુધી સરકાર આ 27 દવાઓ પર તાત્કાલિક બેન ન લગાવે,
ત્યાં સુધી આપણી થાળીમાં ઝેર આવતું જ રહેશે.
“ઝેર વેચનારને સજા નહીં, તો આવતી કાલે વારો આપણો હશે”

