Hormuz Strait Crisis: હોર્મુઝથી ડરીને 1000 માઇલ દૂર ભાગ્યું અમેરિકી જહાજ, ત્યાં ભારતે ઉતાર્યો જંગી કાફલો

Arati Parmar
4 Min Read

Hormuz Strait Crisis: અમેરિકા-ઈરાનનું યુદ્ધ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે. હજુ પણ સ્થિતિ એવી છે કે અમેરિકા હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) ખોલાવી શકતું નથી, જેની આસપાસના સમુદ્રમાં 1,000 થી વધુ તેલ અને ગેસના માલવાહક જહાજો ફસાયેલા છે. હોર્મુઝના દરવાજે અમેરિકાની તમામ તાકાત નિષ્ફળ સાબિત થઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઓઈલ ટેન્કરોને હોર્મુઝમાં ઈરાનની દરિયાઈ બારૂદી સુરંગો (Sea Mines) થી ખતરો છે. આવી સ્થિતિમાં અમેરિકી નૌકાદળનું ‘માઈનસ્વીપર’ જહાજ હજારો માઈલ દૂર જઈને ઉભું રહ્યું છે, કારણ કે હોર્મુઝ એટલું સાંકડું છે કે અમેરિકાના મોટા યુદ્ધ જહાજો ત્યાં લડી શકતા નથી. બીજી તરફ, ભારતે હોર્મુઝમાં પોતાના નૌસૈનિક યુદ્ધ જહાજો ઉતાર્યા છે, જેથી ત્યાંથી ભારત આવતા ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ જેવા જહાજોને સુરક્ષા આપી શકાય.

- Advertisement -

અમેરિકાના માઈનસ્વીપર્સથી લદાયેલું જહાજ પરત ફર્યું

‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ ના એક અહેવાલ મુજબ, અમેરિકા પાસે હાલમાં માઈનસ્વીપર જહાજો તો છે, પરંતુ તે એટલા વિશાળ છે કે તે હોર્મુઝના સાંકડા કોરિડોર (24 માઈલ) માં ઈરાન સામે જંગ લડી શકતા નથી. ગત સોમવારે એક વિશાળ કાર્ગો શિપ M/V Seaway Hawk અમેરિકાના ફિલાડેલ્ફિયા કિનારે પહોંચતું જોવા મળ્યું હતું. આમાં ‘એવેન્જર ક્લાસ માઈન કાઉન્ટરમેઝર’ જહાજો જોવા મળ્યા હતા, જે બહેરીનમાં અમેરિકાના પાંચમા બેડાના મુખ્યાલય પર તૈનાત હતા. યુદ્ધ પહેલા જ આ જહાજો પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

ઈરાનની ‘માઈનલેયર્સ’ અમેરિકી જહાજો માટે મોટો ખતરો

‘ધ ગાર્ડિયન’ ના અહેવાલ મુજબ, હોર્મુઝના દરવાજે 1,000 થી વધુ ઓઈલ-ગેસ ટેન્કરો ફસાયેલા છે, જે પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. ઈરાને નાની-નાની ‘માઈન બોટ’ તૈયાર કરી રાખી છે, જે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ બારૂદી સુરંગો બિછાવે છે.

- Advertisement -

અમેરિકા હોર્મુઝની નજીક કેમ નથી જઈ શકતું?

અમેરિકી સૈન્ય આયોજકો સારી રીતે સમજે છે કે જો તેમનું કોઈ જહાજ હોર્મુઝની નજીક આવશે, તો ઈરાન તેની દરિયાઈ સુરંગો અને ડ્રોનથી હુમલો કરી શકે છે. અમેરિકાના એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટે પણ કહ્યું હતું કે અમેરિકી નૌકાદળ જહાજોને એસ્કોર્ટ (સુરક્ષા કવચ) કરી શકતું નથી, અમે તેના માટે તૈયાર નથી.

2 મિનિટથી પણ ઓછા સમયમાં હુમલો કરવાની શક્તિ

ઈરાને પોતાના કિનારા પર મોટી સંખ્યામાં મિસાઈલો અને ડ્રોન તૈનાત કર્યા છે, જે 2 મિનિટથી ઓછા સમયમાં અમેરિકી જહાજો પર હુમલો કરી શકે છે. ઈરાને આ જંગ દરમિયાન વિસ્ફોટકોથી લદાયેલી ‘રિમોટ કંટ્રોલ બોટ’ નો પણ ઉપયોગ કર્યો છે.

- Advertisement -

ભારતીય નૌસેનાએ કેવી રીતે તૈનાત કર્યા જહાજ?

અહેવાલ મુજબ, ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજોને ખાડી વિસ્તારમાં ‘ઓપરેશન સંકલ્પ’ હેઠળ તૈનાત કરવામાં આવ્યા છે. આ તૈનાતી PM નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરની રાજદ્વારી વાતચીત બાદ શક્ય બની છે. ભારત અને ઈરાન વચ્ચેની વાતચીતના પરિણામે આ વ્યવસ્થા થઈ છે. આ ઉપરાંત, આધુનિક મિસાઈલ ડિસ્ટ્રોયર INS સુરત ને પણ ઓમાનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્યું છે.

હોર્મુઝ પાસે ફસાયેલા છે 22 જહાજો અને 611 નાવિકો

હોર્મુઝની પશ્ચિમે ભારત આવતા 22 જહાજો ફસાયેલા છે, જેમાં 611 નાવિકો સવાર છે. હાલમાં ‘શિવાલિક’, ‘નંદા દેવી’ અને ‘જગ લાડકી’ જહાજો ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે ભારતીય બંદરો પર પરત ફર્યા છે. ભારતીય નૌસેના અરબ સાગર અને બંગાળની ખાડી સહિત અનેક વિસ્તારોમાં સતર્ક છે.

Share This Article