India Maldives Financial Cooperation: ભારતે માલદીવને આપી નાણાકીય મદદ, 150 મિલિયન અમેરિકી ડોલરના ટ્રેઝરી બિલની અંતિમ 50 મિલિયન ડોલરની હપ્તાની ચુકવણી પૂર્ણ

Arati Parmar
2 Min Read

India Maldives Financial Cooperation: ભારત અને માલદીવ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વિકાસ ભાગીદારી હેઠળ ભારતે માલદીવને નાણાકીય સહયોગ આપ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે માલદીવ સરકાર સાથે ભારતીય સ્ટેટ બેંક દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલા કુલ 150 મિલિયન અમેરિકી ડોલરના ટ્રેઝરી બિલની અંતિમ 50 મિલિયન ડોલરની હપ્તાની ચુકવણી 17 સપ્ટેમ્બર 2026ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.

2019થી છ વખત વધારવામાં આવી હતી અવધિ

વિદેશ મંત્રાલય અનુસાર, SBIએ 2019થી માલદીવ સરકારના 150 મિલિયન ડોલરના ટ્રેઝરી બિલમાં સબ્સ્ક્રિપ્શન કર્યું હતું. આ બિલની અવધિ અત્યાર સુધી છ વખત વધારવામાં આવી હતી, દરેક વખતે એક વર્ષ માટે. માલદીવ સરકારે આ ટ્રેઝરી બિલની મૂળ રકમની ચુકવણી કરી હતી, જ્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેના પર મળનારા વ્યાજની ચુકવણી ભારત સરકારે કરી હતી. ભારત સરકારે વ્યાજની ચુકવણી તરીકે કુલ આશરે 45 મિલિયન અમેરિકી ડોલરની રકમ ખર્ચી હતી.

- Advertisement -

માલદીવને 30 અબજ રૂપિયાની કરન્સી સ્વેપ સુવિધા

ભારતે માલદીવની નાણાકીય વ્યવસ્થાને સહયોગ આપવા માટે 30 અબજ રૂપિયાની કરન્સી સ્વેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત, ભારત સરકારે માલદીવના 350 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના ટ્રેઝરી બોન્ડમાં પણ રોકાણ કર્યું છે. આ બોન્ડની માન્યતા 2029 અને 2030 સુધી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પગલાં ભારત અને માલદીવ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિકાસ સહયોગ અને નાણાકીય ભાગીદારીને દર્શાવે છે.

- Advertisement -

દરમિયાન ગુરુવારે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે પણ PM મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. સોલિહે ‘X’ પર લખ્યું, “PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમારું નેતૃત્વ માલદીવ અને ભારત વચ્ચેની કાયમી મિત્રતા માટે કેન્દ્રીય રહ્યું છે. આવનારા વર્ષમાં તમારા સારા સ્વાસ્થ્ય, ખુશહાલી અને સતત સફળતાની કામના કરું છું.”

Share This Article