India Polymer Notes: ભારતમાં પ્લાસ્ટિક નોટો આવશે? અને એમાંથી Adani ને કે અન્ય કંપનીઓને કેવો ફાયદો? અને શુ રોલ રહેશે
India Polymer Notes: અત્યાર સુઘી આપણે કાગળની નોટો ગણતા હતા. 2026 માં RBI પ્લાસ્ટિક/પોલિમર નોટો ટેસ્ટ કરી રહ્યું છે. કેર રિપોર્ટ કહે છે પેકેજિંગ બજાર 20 હજાર કરોડ થશે. અને જે કંપનીઓ પાસે પેટ્રોકેમિકલ + પ્લાસ્ટિક ફિલ્મની ફેક્ટરી છે, તેમના માટે આ સોનાની ખાણ બની શકે છે.*
અમદાવાદ: સરકાર અને RBI છેલ્લા 3-4 વર્ષથી પોલિમર બેંકનોટ ની ટ્રાયલ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા 30+ દેશોમાં આ નોટો ચાલે છે. ત્યારે અહી આ અંગે માર્કેટ એનાલીસીસના આધારે માર્કેટના ખેલાડીઓના આ નોટની બનાવટ મા રોલ કે તેમને થનાર ફાયદા વિશે અહી થોડી ખાસ વાત કરીએ તો,
પ્લાસ્ટિક નોટોથી કોને ફાયદો?
1. સીધો ફાયદો – પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક કંપનીઓને
પ્લાસ્ટિક નોટ બને છે BOPP ફિલ્મ માંથી. આ ફિલ્મ બનાવવા માટે Polypropylene અને Polyethylene જોઈએ.
આ બંને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ છે.
અહીં જ Adani ની એન્ટ્રી છે:
1. Adani Petrochemicals: Mundra માં Adani 2 લાખ કરોડનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ બનાવી રહ્યું છે. PP, PE બંને અહીં બનશે.
2. Adani Wilmar: પેકેજિંગ માટે દર મહિને 300 MT પ્લાસ્ટિક ફિલ્મ ખરીદે છે. તેમને ફિલ્મ બનાવવાનો આખો એકોસિસ્ટમ ખબર છે.
3. Adani Ports: કાચો માલ આયાત કરવા માટે પોર્ટ જોઈએ. એ પણ Adani પાસે છે.
મતલબ: કાચો માલથી માંડીને ફિનિશ્ડ ફિલ્મ સુધીની ચેઈન Adani બનાવી શકે છે.
2. પરોક્ષ ફાયદો – સરકારી પ્રોજેક્ટ
જ્યારે સરકાર 100 કરોડ પ્લાસ્ટિક નોટો છાપશે ત્યારે તેના માટે હજારો ટન BOPP ફિલ્મ જોઈએ. જેની પાસે તેનો સ્ટોક હશે તેને મોટો કોન્ટ્રાક્ટ મળશે.
અને જેની પાસે પહેલેથી CIPET સર્ટિફિકેટ + રિસાયકલ ટેક્નોલોજી છે તેને ટેન્ડરમાં એડવાન્ટેજ મળે.
3. બજારનો ફાયદો
હાલ લગભગ જે 10-20 હજાર કરોડનું પેકેજિંગ માર્કેટ છે, એમાં સિક્યોરિટી પ્રિન્ટિંગ + કરન્સી પેપર/ફિલ્મ એક અલગ મોટો સેગમેન્ટ ઉમેરાશે.
આ માર્કેટમાં અત્યારે 2-3 જ કંપની છે. Adani જો ઉતરશે તો સીધો મોટો ખેલાડી બની જશે.
સરકાર શું કહે છે?
RBI એ હજુ ફાઈનલ નથી કર્યું. પણ કહે છે “પ્લાસ્ટિક નોટ 5 ગણી વધારે ચાલે, પાણીમાં ખરાબ ના થાય”.
સરકાર “Make in India” હેઠળ આ ફિલ્મ ભારતમાં જ બનાવડાવવા માંગે છે.
નિષ્કર્ષ
સીધી સબસિડી: હમણાં નથી.
પરોક્ષ ફાયદો: 100%. થવાની સંભાવના…( તર્ક ના આધારે આ એક એનાલીસીસ છે..કોઈ પણ કંપની કે વ્યક્તિ પર આરોપ નહી)
કેમ કે પ્લાસ્ટિક નોટો = પેટ્રોકેમિકલ + પ્લાસ્ટિક ફિલ્મ.
અને આ બંનેમાં Adani એ 2024-25 થી જ સૌથી મોટું રોકાણ કર્યું છે.

