રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ બંધારણ અંગે ચર્ચાની માંગ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા.26 : વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ મંગળવારે બંધારણ દિનની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પત્ર લખીને બંધારણ અંગે બે દિવસીય ચર્ચાની માગ કરી હતી. લોકસભાની ચૂંટણીની પ્રચારસભાઓ દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ બંધારણ શબ્દનો જોરશોરથી ઉપયોગ કર્યો હતો જેને પગલે સામાન્ય ચૂંટણીઓમાં વિપક્ષને સારો લાભ થયો હતો.

રાહુલ સહિત વિપક્ષી નેતાઓએ મોદી સરકાર ઉપર સંવિધાન સાથે ચેડા કરવાનો આરોપ મૂકયો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું જો સમર્પિત ચર્ચાની માગ સ્વીકારવામાં આવે તો વર્તમાન સમયમાં બંધારણ દ્વારા સામનો કરવામાં આવેલા પડકારો પર પ્રકાશ પાડી તો તેઓ સરકાર દ્વારા બંધારણના દુરુપયોગને ઉજાગર કરશે. ભાષણ દરમિયાન વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે તેઓ દેશની સામે અનેક મુદ્દાઓ ઉઠાવી શકે છે અને સરકારને શરમજનક સ્થિતીમાં મૂકી શકે છે.

- Advertisement -

ઉપરાંત કોંગ્રેસના લોકસભાના ઉપનેતા ગૌરવ ગોગોઇ મુંખ્ય દંડક કોડિકુનીલ સુરેશ અને વ્હીપ મણિકમ ટાગોર સંવિધાન અંગે લોકસભામાં ચર્ચા થાય એ માટે બિરલાની મુલાકાતે ગયા હોવાનું સૂત્રોએ જણાવવ્યું હતું. ટાગોરે જણાવ્યું હતું કે આવી ચર્ચા સાંસદોને તેમની લાગણીઓ અને પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં મદદ કરશે. બંધારણ દિનના પ્રસંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સિધ્ધાંતોનું પાલન ન કરવાનો આરોપ મૂકયો હતો. દિલ્હીના ટોકટોરા સ્ટેડિયામમાં કોંગ્રેસના સંવિધાન રક્ષક અભિયાન દરમિયાન યોજાયેલી એક સભાને સંબોધતા ગાંધીએ આરોપ મૂકયો હતો કે ભાજપ સરકાર, આરએસએસ સાથે મળીને દલિત, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો જેવા હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગ, સમુદાયો સામે સામાજિક અવરોધોને મજબુત કરવા માટે કામ કરી રહી છે. બંધારણની નકલ બતાવીને ભાષણની શરૂઆત કરનાર રાહુલે વડાપ્રધાન પર વાકપ્રહાર કરતાં જણાવ્યું હતું કે મોદીએ કયારેય આ પુસ્તક વાંચ્યું નથી. રાહુલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપવા માગુ છું કે વડાપ્રધાન મોદીએ બંધારણ વાંચ્યું નથી. જો તેમણે વાંચ્યુ હતો તો તેઓ જે હાલ કરી રહ્યા છે તે કામ કતા ન હોત.

- Advertisement -
Share This Article