Vayu baan Drone Mission: હવે હેલિકોપ્ટર બનશે ડ્રોન લોન્ચર! IAFનું ‘વાયુ બાણ’ મિશન શરૂ, હવામાં કરશે દેખરેખ અને સચોટ હુમલા

Arati Parmar
2 Min Read

Vayu baan Drone Mission: દુનિયાભરમાં યુદ્ધોમાં ડ્રોનની વધતી જતી ભૂમિકાને જોતા ભારતીય વાયુસેનાએ દેશના પ્રથમ હેલિકોપ્ટરથી લોન્ચ થનારા ડ્રોન પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, જેને ‘વાયુ બાણ’ કહેવામાં આવી રહ્યું છે. આ એક સ્વદેશી એર-લોન્ચ્ડ ઇફેક્ટ્સ કાર્યક્રમ છે, જેના હેઠળ માનવયુક્ત હેલિકોપ્ટરોની સાથે માનવરહિત ડ્રોન સિસ્ટમને જોડવામાં આવશે.

જાણકારી અનુસાર, વાયુ બાણ એક નાનું અને સ્વાયત્ત ડ્રોન હશે, જેને ઉડાન દરમિયાન ચાલતા હેલિકોપ્ટરમાંથી હવામાં છોડી શકાશે. એકવાર છોડ્યા પછી ડ્રોન પોતાની પાંખો ખોલીને એન્જિન એક્ટિવ કરશે અને મિશન મુજબ દેખરેખ અથવા સચોટ હુમલાની ભૂમિકા ભજવશે. આ ‘કામિકાઝી ડ્રોન’ (આત્મઘાતી ડ્રોન) તરીકે કાર્ય કરશે.

- Advertisement -

એરોસ્પેસ ડિઝાઇન નિર્દેશાલય કરી રહ્યું છે આ પ્રોજેક્ટનું નેતૃત્વ

આ સ્વદેશી પરિયોજનાનું નેતૃત્વ ભારતીય વાયુસેનાનું એરોસ્પેસ ડિઝાઇન નિર્દેશાલય (DAD) ગાંધીનગર કરી રહ્યું છે, જેણે તાજેતરમાં સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ માટે સ્થાનિક કંપનીઓ પાસેથી પ્રસ્તાવ (RFP) માંગ્યા છે.

- Advertisement -

વાયુ બાણની ખાસિયતો:

એકવાર ઉડાન ભર્યા પછી, વાયુ બાણ ઓપરેટરોને રિયલ ટાઈમમાં વિડિયો મોકલશે.

- Advertisement -

આ ડ્રોન જરૂર પડ્યે તેમાં લાગેલા નાના ‘વોરહેડ’નો ઉપયોગ કરીને સચોટ હુમલો કરશે.

ડ્રોનની મારક ક્ષમતા ૫૦ કિલોમીટરથી વધુ અને ઉડાન ભરવાની ક્ષમતા આશરે ૩૦ મિનિટ હોવાની અપેક્ષા છે.

ભારતીય વાયુસેના દ્વારા બનાવવામાં આવી રહેલા આ ડ્રોનમાં ટાર્ગેટની ઓળખ માટે ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ સેન્સર લાગેલા હશે.

સાથે જ આ ડ્રોન GPS જામ હોય તેવા વાતાવરણમાં પણ કામ કરવામાં સક્ષમ હશે.

IAF એ ૧૦ ડ્રોન યુનિટની જરૂરિયાત દર્શાવી

IAF એ શરૂઆતી તબક્કામાં ૧૦ ડ્રોન યુનિટ, બે એરબોર્ન અને બે ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનની જરૂરિયાત નક્કી કરી છે અને પરિયોજનાને એક વર્ષની અંદર વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વાયુ બાણની સાથે ભારતીય વાયુસેના અમેરિકા અને ચીન જેવા તેવા પસંદગીના દેશોના ગ્રુપમાં સામેલ થવા જઈ રહ્યું છે જે એર-લોન્ચ્ડ ડ્રોન સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. અમેરિકા પહેલા જ MH-60 બ્લેક હોક હેલિકોપ્ટરથી લોન્ચ થનારી ALTIUS સિસ્ટમનું પરીક્ષણ કરી ચૂક્યું છે, જ્યારે ચીન તેના Z-20J, Z-10 અને Z-19 હેલિકોપ્ટરો સાથે આવા ડ્રોન એકીકરણ પર કામ કરી રહ્યું છે.

Share This Article