વિશ્વના બૉસ નરેન્દ્ર મોદીને મળ્યો ક્રિસ ગેઇલ…

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલ બુધવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ‘યુનિવર્સ બૉસ’ તરીકે ઓળખાતો ગેઇલ જમૈકાના વડા પ્રધાન ઍન્ડ્રયૂ હૉલનેસ સાથે ભારત આવ્યો છે.

ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો ગાઢ બનાવવાના હેતુથી ભારત-જમૈકાના વડાઓ વચ્ચે યોજાયેલી મીટિંગ વખતે ગેઇલ પણ હાજર હતો. તેણે મોદીને નમસ્તે કર્યા હતા અને તેમની સાથે ઘણી વાતચીત કરી હતી.

- Advertisement -

chris gayle pm modi

ગેઇલ આઇપીએલને કારણે (ખાસ કરીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ ફ્રૅન્ચાઇઝી) સાથેના સંબંધોને લીધે વારંવાર ભારત આવ્યો છે. તેણે મોદી સાથેની મુલાકાતને લગતો વીડિયો બુધવારે સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. ગેઇલે સ્ટોરીમાં લખ્યું, ‘પીએમ મોદીને મળવાનો અવસર મળ્યો એ બદલ આનંદ અનુભવું છું.’

- Advertisement -

ક્રિસ ગેઇલ જમૈકામાં માત્ર ક્રિકેટ-આઇકન નથી. જમૈકામાં તેમ જ વેસ્ટ ઇન્ડિઝમાં તેનું ખૂબ માન પણ છે.

ગેઇલ વેસ્ટ ઇન્ડિઝ વતી 103 ટેસ્ટ, 301 વન-ડે અને 79 ટી-20 રમ્યો છે. તેણે કુલ મળીને 19,000થી પણ વધુ ઇન્ટરનૅશનલ રન બનાવ્યા છે.

- Advertisement -

વિશ્ર્વના સૌથી વિસ્ફોટક બૅટર્સમાં વિવ રિચર્ડ્સ, વીરેન્દર સેહવાગની સાથે ક્રિસ ગેઇલનું નામ અચૂક લેવાય છે.

Share This Article