Dhanteras 2025: નાણાકીય સમૃદ્ધિ માટે પાંચ વિશેષ ઉપાયો, ઘરમાં દેવી લક્ષ્મીનું આવકારવાનું શ્રેષ્ઠ માર્ગદર્શન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Dhanteras 2025: ધનતેરસથી પાંચ દિવસીય દિવાળી પર્વની શરુઆત થઈ રહી છે. ધનતેરસનો તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરમા દિવસે મનાવવામાં આવે છે. આ શુભ પ્રસંગે માં લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ સાથે  ધનતેરસ પર સોનું, ચાંદી અને નવા વાસણો ખરીદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ દરેક ધાર્મિક કાર્યોની સાથે આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજાની સાથે સાથે વિશેષ ધાર્મિક વિધિઓ કરવાથી ઘણા ફાયદાઓ મળે છે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાની આવક સારી રહે છે, અને દેવી લક્ષ્મીના વિશેષ કૃપા થાય છે. તો, ચાલો જાણીએ નાણાકીય લાભ માટે ધનતેરસના દિવસે કયા કયા વિશેષ ઉપાયો કરવામાં આવે છે.

- Advertisement -

ધનતેરસ ક્યારે છે? 

વૈદિક પંચાંગ પ્રમાણે આ વર્ષે કૃષ્ણ પક્ષની તેરમી તિથિનો દિવસ એટલે કે, 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થશે અને 19 ઓક્ટોબરના રોજ બપોરે 1.51 વાગ્યે પૂરી થશે. પરિણામે, આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે.

ધનતેરસના ઉપાયો

13 દીવા પ્રગટાવો

ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવવા જોઈએ. ત્યાર બાદ વિધિ પૂર્વક ભગવાન કુબેર અને ઘરમાં રાખેલી તિજોરીની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળો અને ફૂલો અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ, ‘યક્ષય કુબેરાય વૈશ્રવણાય ધન-ધાન્ય અધિપતયે ધન-ધાન્ય સમૃદ્ધિ મે દેહી દપય દપય સ્વાહા’ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

તિજોરીમાં દેવી લક્ષ્મીની તસવીર 

ધનતેરસના દિવસે તીજોરી અથવા ગલ્લામાં માં લક્ષ્મીજી કમળ પર બેઠેલા દેવી લક્ષ્મીની ધનનો વરસાદ કરી રહ્યા હોય તેવી તસવીર મૂકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની આવી છબી તિજોરીમાં રાખવામાં આવે છે ત્યાં સુખનો વાસ રહે છે.

મુખ્ય દરવાજા પર શુભ પ્રતિક બનાવો

ધનતેરસના દિવસે હળદર અને ચોખાને પીસીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી મુખ્ય દરવાજા પર ઓમનું પ્રતીક બનાવો. આ પ્રતીક દેવી લક્ષ્મીના સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

લવિંગની જોડી અર્પણ કરો અને શંખથી ઘરને શુદ્ધ કરો

આ ઉપરાંત ધનતેરસના દિવસે પૂજા દરમિયાન દેવીને લવિંગની જોડી અર્પણ કરવી જોઈએ. આવુ કરવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. પૂજા પહેલાં અને પછી જમણા હાથના શંખને સ્વચ્છ પાણીથી ભરો અને તેને ઘરની આસપાસ છાંટો. આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશવાનો માર્ગ મોકળો બને છે.

Share This Article