Sharad Purnima 2025: ચંદ્રની વિશેષ રોશનીમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ અને ખીરનો તહેવાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Sharad Purnima 2025: દેશભરમાં 6 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના પર્વની ધૂમધામથી ઉજવણી થશે. એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૃથ્વીથી ઘણો નજીક હોય છે. શરદ પૂર્ણિમાના વ્રતનો પણ વિશેષ મહિમા છે. કહેવાય છે કે આ દિવસે ધરતી પર માતા લક્ષ્મી દેવી પ્રકટ થયા હતા. એવી માન્યતા છે કે વ્રત અને પૂજા કરાવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

શરદ પૂર્ણિમાની રાત છે ખૂબ જ ખાસ 

- Advertisement -

શાસ્ત્રો અનુસાર, શરદ પૂર્ણિમાની રાતે ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં રાધા અને ગોપી સાથે અદ્દભુત મહારાસ કર્યો હતો. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપી સાથે નૃત્ય કરવા અનેક રૂપ પ્રકટ કર્યા હતા. આ દિવ્ય રાસલીલા માત્ર નૃત્ય નહીં, પણ પ્રેમ, ભક્તિ અને આનંદનું એક અનોખું પ્રતીક પણ માનવામાં આવે છે.

માતા લક્ષ્મીની વિશેષ પૂજા 

શરદ પૂર્ણિમાની રાતે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી પૃથ્વી પર પ્રકટ થયા હતા. નારદ પુરાણ અનુસાર, આ દિવસે માતા લક્ષ્મી ઘુવડ પર બેસીને પૃથ્વીનું ભ્રમણ કરે છે. એટલે આ દિવસે મા લક્ષ્મીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે લક્ષ્મીજી શ્રદ્ધાળુઓને ધન, વૈભવ, યશ અને સમૃદ્ધિની આશીર્વાદ આપે છે. એટલે ઘરના મુખ્યદ્વાર પર દીવડો પ્રકટાવીને માતાજીનું સ્વાગત કરવું જોઈએ. ઘણી જગ્યાએ કુંવારી કન્યાઓ સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે અને તેના આશીર્વાદ લે છે.

આકાશ નીચે રાખવામાં આવે છે ખીર 

શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લા આભ નીચે ખીર મૂકવાની પરંપરા છે. એવું કહેવાય છે કે આ રાત્રે ચંદ્રની રોશનીથી અમૃત વર્ષા થઈ હતી. આ ખીર ખાવાથી સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેથી, લોકો શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લી જગ્યાએ જમીન પર ખીર મૂકવામાં આવે છે અને બીજા દિવસે સવારે તેને ખાવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ખીર ખાવાથી પરિવાર સુ:ખી થાય છે અને બીમારીઓ દૂર થાય છે.

Share This Article