England vs India T20: ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં ભારતીય ટીમનો કારમો પરાજય, જાણો 5 શરમજનક રેકોર્ડ

Arati Parmar
2 Min Read

England vs India T20: ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીના ત્રીજા મુકાબલામાં પણ હાર મળી. ટ્રેન્ટ બ્રિજના મેદાન પર શ્રેયસ અય્યરની ટીમ માત્ર 76 રન પર સમેટાઈ ગઈ. ઈંગ્લેન્ડે મેચને 125 રનથી જીતીને શ્રેણીમાં 2-0 ની સરસાઈ મેળવી લીધી છે. આ હાર સાથે ટીમ ઈન્ડિયાના નામે ઘણા શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયા. અમે તમને તેમાંથી 5 વિશે જણાવીએ છીએ.

ટીમ ઈન્ડિયાનો બીજો સૌથી નાનો સ્કોર

- Advertisement -

ભારતની ઈનિંગ માત્ર 76 રન પર સમેટાઈ ગઈ. આ ટીમનો ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજો સૌથી નાનો સ્કોર છે. આ પહેલા 2008 માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની ઈનિંગ 74 રન પર સમેટાઈ ગઈ હતી.

જીતનો સૌથી લાંબો ઈંતજાર

- Advertisement -

ભારતીય ટીમ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની છેલ્લી 5 મેચોમાં એક પણ જીતી શકી નથી. ટીમને ચાર હાર મળી જ્યારે એક મેચ અનિર્ણીત રહી. આ ટી20 માં જીત માટે સૌથી લાંબો ઈંતજાર છે. આ પહેલા બે વાર ટીમ સતત 4 મેચોમાં જીતી શકી નહોતી.

ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વહેલી ઓલઆઉટ

- Advertisement -

11.4 ઓવરમાં જ ઈંગ્લેન્ડના બોલરોએ ટીમ ઈન્ડિયાની 10 વિકેટ લઈ લીધી. આ પહેલા ભારતે કોઈ ઈનિંગમાં ઓલ-આઉટ થતા પહેલા સૌથી ઓછી ઓવર 2015 માં કટક ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જે 17.2 ઓવર હતી.

ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી હાર

ભારતીય ટીમ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર 100 થી વધારે રનના અંતરથી હારી છે. આ પહેલા સૌથી મોટી હાર 80 રનની હતી. ન્યૂઝીલેન્ડ સામે 2019 માં વેલિંગ્ટનમાં આ મુકાબલો રમાયો હતો.

પાવરપ્લેમાં જ 5 વિકેટ ગુમાવી

ભારતીય ટીમે પોતાની પ્રથમ 5 વિકેટ પાવરપ્લેમાં જ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ 5 માં વિકેટ તરીકે 5 મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો. આ પહેલીવાર છે જ્યારે ભારતે ટી20 ઈન્ટરનેશનલ મેચના પાવરપ્લેમાં જ પોતાની શરૂઆતની પાંચ વિકેટ ગુમાવી દીધી.

Share This Article