વર્તમાન વિશ્વ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ પાસે પોતાનાં અભિયાનને પાટા પર લાવવા માટે

newzcafe
2 Min Read

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે મહત્વની મેચ


ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે મહત્વની મેચ 


બેંગ્લુરુ, તા. 25 : વર્તમાન વિશ્વ વિજેતા ટીમ ઇંગ્લેન્ડ પાસે પોતાનાં અભિયાનને પાટા પર લાવવા માટે ગુરુવારે સંભવત: આખરી મોકો હશે. તેની ટક્કર આ ટૂર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી બીજી એક ટીમ શ્રીલંકા વિરુદ્ધ થશે. ઇંગ્લેન્ડના ચાર મેચમાં શ્રીલંકાની સમાન બે પોઇન્ટ છે. શ્રીલંકા આઠમા અને ઇંગ્લેન્ડ નવમા સ્થાને છે. શ્રીલંકા સામેના વિજય પછી પણ ઇંગ્લેન્ડની રાહ ઘણી કઠિન છે. કારણ કે તેણે આગામી બે મેચમાં બે મજબૂત ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. જો શ્રીલંકા સામે પણ ઇંગ્લેન્ડને હાર મળશે તો તેની સેમિ ફાઇનલની આશા લગભગ ખતમ થઈ જશે. શ્રીલંકાની પણ આ જ સ્થિતિ છે. આ સંજોગોમાં ઇંગ્લેન્ડ-શ્રીલંકા માટે આ મેચ કરો યા મરો સમાન બની રહેશે. વધુ એક હારમાંથી બચવા માટે ઇંગ્લેન્ડની ટીમે દરેક વિભાગમાં સુધારની જરૂર છે. વિશેષ કરીને તેના બેટધરોએ વિશ્વકપ પૂર્વે જે રીતે આક્રમક રમત રમતા હતા તેવી રમવી પડશે. જે માટે તેમને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની તુલનામાં વધુ અનુકુળ સ્થાન મળશે નહીં. જેની પીચ બેટધરોને મદદ કરે છે અને સીમારેખા ટૂંકી છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાયેલી પાછલી મેચમાં કુલ 672 રન બન્યા હતા. બીજી તરફ શ્રીલંકાની ટીમ પાછલી મેચમાં નેધરલેન્ડ સામે પ વિકેટે જીત મેળવી ચૂકી છે. જો આ જીત માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. ઇજાને લીધે કપ્તાન દાસૂન શનાકા અને ઝડપી બોલર મથીશા પથિરાના બહાર થયા છે. પથિરાનાનાં સ્થાને એન્જલો મેથ્યૂઝનો શ્રીલંકા સમાવેશ થયો છે. તે ઇંગ્લેન્ડ સામેની લંકાની ઇલેવનમાં જોવા મળશે.

Share This Article