India vs Nepal Kabaddi Match: નેપાળ સામે 24 પોઈન્ટથી જીત સાથે ભારતની મહિલા કબડ્ડી ટીમ ફાઇનલમાં, હવે ગોલ્ડ મેડલ પર નજર

Arati Parmar
2 Min Read

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમની ધમાકેદાર જીત, નેપાળને 48-24થી હરાવી ફાઇનલમાં પ્રવેશ

India vs Nepal Kabaddi Match: ભારતની મહિલા કબડ્ડી ટીમે સેમિફાઇનલ મેચમાં નેપાળને 48-24ના અંતરથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ખેલાડીઓએ આશા મુજબનું પ્રદર્શન કરતાં શાનદાર જીત મેળવી છે. કબડ્ડીમાં હંમેશાથી જ વૈશ્વિક સ્તરે ભારતનું પ્રભુત્વ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ જળવાઈ રહ્યું છે અને હવે ભારતને ગોલ્ડથી ઓછું કંઈ મંજૂર નહીં થાય. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઈરાન અને ચાઇનીઝ તાઇપેઇ વચ્ચે રમાનારી મેચના વિજેતા સામે થશે.

ફાઇનલમાં સ્થાન બનાવવાની સાથે જ ભારતીય ટીમે ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે, પરંતુ દરેકને ટીમ ઇન્ડિયા પાસેથી ગોલ્ડની આશા છે. ફાઇનલ મુકાબલો શનિવારે રમાશે. બીજી તરફ, ભારતની પુરુષ ટીમે પણ સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે. ભારતની પુરુષ ટીમ પાસેથી પણ ગોલ્ડ મેડલની આશા છે.

- Advertisement -

એશિયન ગેમ્સમાં અજેય છે ભારતીય ટીમ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. સેમિફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાએ પોતાના ત્રણેય ગ્રુપ મુકાબલા જીત્યા હતા. ભારતે પોતાના અભિયાનની શરૂઆત બાંગ્લાદેશ સામે 42-21ની જીત સાથે કરી હતી, ત્યારબાદ ઈરાનને 37-23થી હરાવ્યું. ત્યારબાદ જાપાન સામે 50-25થી શાનદાર જીત મેળવી અને ગ્રુપ-Aમાં ટોચ પર રહીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું.

કબડ્ડીમાં ભારતનું પ્રભુત્વ

કબડ્ડીને 1990માં એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યા બાદથી ભારતીય પુરુષ ટીમે 9 મેડલ જીત્યા છે. તેમાં 8 ગોલ્ડ મેડલ સામેલ છે. 2018માં ભારતનો ગોલ્ડ મેડલ જીતવાનો સિલસિલો તૂટ્યો હતો, જ્યારે ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

- Advertisement -

કોચને ચેમ્પિયન બનવાનો વિશ્વાસ

ભારતની મહિલા કબડ્ડી ટીમની કોચ નીતા ડાડવેએ ઈરાન સામેની શાનદાર જીત બાદ કહ્યું હતું, ‘અમે ઈરાન સામે ઘણી રણનીતિ બનાવી હતી. પહેલીવાર અમે દસથી વધુ પોઈન્ટથી જીત્યા છીએ. આ પહેલાં તમામ મુકાબલા નજીકના રહ્યા છે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતને કોણ હરાવી શકે છે, ત્યારે તેમણે કહ્યું, ‘કોઈ નહીં. અમે વિશ્વમાં નંબર એક છીએ અને આ અમારી રમત છે. તેની શરૂઆત ભારતમાં થઈ. અમારી પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ, ટેકનિક, ઝડપ અને દમખમની સાથે આત્મવિશ્વાસ છે.’

Share This Article