Ollie Robinson Comeback: ઓલી રોબિન્સન બન્યા ઈંગ્લેન્ડના ક્રિકેટર ઓફ ધ યર, નાવ્યા શર્માને શ્રેષ્ઠ યુવા ક્રિકેટરનો ખિતાબ

Arati Parmar
2 Min Read

Ollie Robinson Comeback: ઈંગ્લેન્ડના ઝડપી બોલર ઓલી રોબિન્સન આશરે અઢી વર્ષ સુધી ટીમની બહાર રહ્યા હતા. પોતાની કારકિર્દીની શરૂઆતની 20 ટેસ્ટ મેચોમાં તેમણે 76 વિકેટ લીધી હતી, પરંતુ આ દરમિયાન 77 નો બોલ ફેંકી હતી. ત્યારબાદ તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ જ વર્ષે તેમણે ટીમમાં વાપસી કરી. 32 વર્ષના રોબિન્સને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી.

રોબિન્સને માત્ર ચાર જ ટેસ્ટ રમી

ઓલી રોબિન્સને આ વર્ષે ઈંગ્લેન્ડ માટે માત્ર ચાર જ ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં તેમણે 28 બેટ્સમેનોને આઉટ કર્યા. આ પ્રદર્શન માટે તેમની પસંદગી ઈંગ્લેન્ડના ક્રિકેટર ઓફ ધ યર તરીકે કરવામાં આવી છે. 32 વર્ષના રોબિન્સને આ વર્ષે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચોમાં 28 વિકેટ મેળવી હતી. આ દરમિયાન તેમની બોલિંગ સરેરાશ માત્ર 9.32 રહી હતી. તેમના આ પ્રદર્શન માટે લોર્ડ્સમાં આયોજિત વાઇટાલિટી ક્રિકેટ મીડિયા ક્લબ એવોર્ડ્સમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

એવોર્ડ મળવા પર શું બોલ્યા રોબિન્સન

ઓલી રોબિન્સને એવોર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘આ પુરસ્કાર મેળવવો મારા માટે ખૂબ મોટું સન્માન છે. ઈંગ્લેન્ડની ટીમથી આટલા લાંબા સમય સુધી દૂર રહ્યા બાદ વાપસી કરવી અને આ પ્રકારની સિઝન પસાર કરવી મારા માટે ખૂબ જ ખાસ રહી છે. આ સફરમાં કેટલાક મુશ્કેલ સમય પણ આવ્યા, તેથી આ પ્રકારની ઓળખ મળવી મારા માટે વધુ મહત્ત્વ ધરાવે છે. ઈંગ્લેન્ડ માટે ફરીથી રમવાનું મને ખૂબ ગમ્યું છે અને આશા છે કે આગળ પણ આવી ઘણી તકો મળશે.’

નાવ્યા શર્મા શ્રેષ્ઠ યુવા ક્રિકેટર બન્યા

મિડલસેક્સના ઝડપી બોલર નાવ્યા શર્માને વર્ષના શ્રેષ્ઠ યુવા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે શાનદાર સિઝનના આધારે આ પુરસ્કાર મેળવ્યો. હાલમાં તેઓ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ સાથે છે. 21 વર્ષના નાવ્યાના નામે 13 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 45 વિકેટ છે. તેઓ લિસ્ટ A ક્રિકેટમાં માત્ર 9 મેચોમાં જ 20 વિકેટ લઈ ચૂક્યા છે.

- Advertisement -
Share This Article