વર્તમાન વિશ્વકપમાં શાનદાર દેખાવ કરનાર વિરાટ કોહલી ચોગ્ગા, છગ્ગા સિવાય

newzcafe
1 Min Read

વિરાટે દોડીને રન કરવામાંયે પણ વિક્રમ કર્યો સાત કિ.મી. દોડયો વિરાટ કોહલી


વિરાટે દોડીને રન કરવામાંયે પણ  વિક્રમ કર્યો  સાત કિ.મી. દોડયો વિરાટ કોહલી


અમદાવાદ, તા. 18 : વર્તમાન વિશ્વકપમાં શાનદાર દેખાવ કરનાર વિરાટ કોહલી ચોગ્ગા, છગ્ગા સિવાય વિકેટ પર દોડીને રન બનાવવામાં પણ સૌથી આગળ રહ્યો છે. વિરાટે 10 મેચમાં કુલ 711 રન કર્યા છે, જેમાંથી 401 રન એટલે કે 56 ટકા રન દોડીને કર્યા છે, જેના માટે કોહલી પીચ પર સાત કિલોમીટર દોડયો છે. વિશ્વકપના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ બેટધરે 700 રનનો આંકડો પાર કર્યો છે. ટીમ ઈન્ડિયાને આ સ્ટાર ખેલાડીનું પ્રદર્શન એ વાતની પ્રતીતિ કરાવે છે કે, વિરાટ કોહલી આધુનિક ક્રિકેટનું શાનદાર રનમશીન છે.

Share This Article