AI Job Security Study: AIનો સૌથી વધુ ઉપયોગ કરનારા જ સૌથી વધુ ડરેલા! નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Arati Parmar
3 Min Read

AI Job Security Study: Anthropic ની એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે જે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે તેઓ જ પોતાની નોકરીને લઈને સૌથી વધુ અસુરક્ષિત પણ અનુભવી રહ્યા છે. આ શોધ કંપનીના ચેટબોટ Claude ના લગભગ 81,000 યુઝર્સના સર્વે પર આધારિત છે જેમાં એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે AI ના વધતા પ્રભાવથી કર્મચારીઓની વિચારવાની અને કામ કરવાની રીત કેવી રીતે બદલાઈ રહી છે.

વધુ AI, વધુ નોકરીનો ડર

રિપોર્ટ મુજબ, જે નોકરીઓમાં AI નો ઉપયોગ વધુ થઈ રહ્યો છે ત્યાં કામ કરનારા લોકોમાં નોકરી જવાનો ડર પણ વધુ જોવા મળ્યો. ખાસ કરીને સોફ્ટવેર સાથે જોડાયેલા વ્યવસાયોમાં કામ કરતા લોકો, ટીચિંગ જેવા ઓછા AI-આધારિત ક્ષેત્રોની સરખામણીમાં વધુ ચિંતિત દેખાયા.

- Advertisement -

કરિયરની શરૂઆત કરી રહેલા યુવાનોમાં આ ડર વધુ ઊંડો છે. લગભગ દર પાંચમાંથી એક વ્યક્તિએ સ્વીકાર્યું કે AI ના કારણે ભવિષ્યમાં નોકરી પર અસર પડી શકે છે. વળી, જે લોકોના કામમાં AI ની દખલ સૌથી વધુ છે તેઓ બાકીના લોકોના મુકાબલે ત્રણ ગણી વધુ નોકરી ગુમાવવાની ચિંતા વ્યક્ત કરે છે.

કામ સરળ, પરંતુ મનમાં અસમંજસ

રસપ્રદ વાત એ છે કે ચિંતા હોવા છતાં ઘણા લોકો માને છે કે AI એ તેમના કામને પહેલા કરતા વધુ સરળ બનાવી દીધું છે. ઉત્પાદકતાના માપદંડ પર મોટાભાગના યુઝર્સે પોતાને વધુ સારા અનુભવ્યા. ઘણા લોકોએ જણાવ્યું કે જે કામ પહેલા મહિનાઓમાં થતું હતું તે હવે થોડા જ દિવસોમાં પૂરું થઈ રહ્યું છે. વળી કેટલાકનું કહેવું છે કે કલાકોનું કામ હવે અડધા સમયમાં પતી જાય છે. જોકે, થોડાક યુઝર્સ એવા પણ છે જેમને AI થી ખાસ ફાયદો અનુભવાયો નથી.

- Advertisement -

દરેક વર્ગને મળી રહ્યો છે ફાયદો

આ ફેરફારની અસર માત્ર એક વર્ગ સુધી મર્યાદિત નથી. વધુ સેલેરી મેળવનારા અને ઓછી આવક ધરાવનારા બંને પ્રકારના કર્મચારીઓએ AI થી ફાયદો મળવાની વાત કહી છે. કસ્ટમર સર્વિસ સાથે જોડાયેલા લોકો જણાવે છે કે AI ની મદદથી જવાબ આપવામાં સમય બચી રહ્યો છે જ્યારે ફ્રીલાન્સર અને ગિગ વર્કર્સનું કહેવું છે કે આનાથી તેમને નાના-નાના બિઝનેસ શરૂ કરવામાં મદદ મળી રહી છે, જેમ કે ઓનલાઇન સ્ટોર અથવા સર્વિસીસ.

તક કે ખતરો?

AI નો વધતો વ્યાપ એક તરફ કામને ઝડપી અને સરળ બનાવી રહ્યો છે તો બીજી તરફ લોકોના મનમાં અસુરક્ષા પણ પેદા કરી રહ્યો છે. આ જ કારણ છે કે હવે એ સવાલ ઉઠવા લાગ્યો છે કે આવનારા સમયમાં AI નોકરી માટે ખતરો બનશે કે નવી તકો પેદા કરશે. આખરે, આની અસર એ વાત પર નિર્ભર કરશે કે લોકો અને સરકારો આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરે છે કારણ કે સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો AI ભવિષ્યને વધુ સારું પણ બનાવી શકે છે.

- Advertisement -
Share This Article