DRDO Semiconductor Technology: સ્વદેશી ચિપથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતનો દબદબો વધશે, DRDO તૈયાર કરશે અદ્યતન ટેક્નોલોજી

Arati Parmar
3 Min Read
DRDO Semiconductor Technology

મિસાઇલ અને રડાર માટે દેશી ચિપથી લઈને AI ટેક્નોલોજી સુધી, આત્મનિર્ભર ભારત માટે DRDOની ખાસ તૈયારી

DRDO Semiconductor Technology: સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને અદ્યતન સંરક્ષણ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનવાની દિશામાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ અભિયાનમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. DRDO દેશમાં જ ચિપ બનાવવી, અદ્યતન કમ્પ્યુટિંગ અને સંરક્ષણ સંબંધિત સંશોધનને વાસ્તવિક જીવન અને ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકાય તેવું બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

IANSએ કુવૈત ટાઇમ્સના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે વર્તમાન સંરક્ષણ પ્રણાલીઓ, ટેલિકોમ, AI, નેવિગેશન, દેખરેખ અને એરોસ્પેસ ટેક્નોલોજીનો સંપૂર્ણ પાયો સેમિકન્ડક્ટર પર આધારિત છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રોમાં ઘરેલું સ્તરે નિપુણતા મેળવવી દેશની રાષ્ટ્રીય સુરક્ષા, ટેક્નોલોજીની આત્મનિર્ભરતા અને ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જરૂરી છે.

- Advertisement -

ભારત મંડપમમાં ભવિષ્યની ઝલક જોવા મળી

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા મહિને નવી દિલ્હીના ભારત મંડપમમાં ‘એમર્જિંગ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન કોન્ક્લેવ’ (ESTIC) 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં DRDOએ સેમિકન્ડક્ટર અને નેક્સ્ટ જનરેશન ચિપ ટેક્નોલોજી પર એક ખાસ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન DRDOની અલગ-અલગ લેબોરેટરીઓમાં તૈયાર કરવામાં આવેલી અદ્યતન ટેક્નોલોજીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું.

કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી લોકો, સંશોધન સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વદેશી ચિપ બનાવતી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન દેશમાં જ અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે તમામ લોકો સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

મિસાઇલ અને રડાર માટે સ્વદેશી ચિપ તૈયાર

કોન્ક્લેવમાં DRDOની સોલિડ સ્ટેટ ફિઝિક્સ લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવેલી અનેક ખાસ ટેક્નોલોજીઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં ગેલિયમ આર્સેનાઇડ (GaAs) અને ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) આધારિત મોનોલિથિક માઇક્રોવેવ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (MMIC), મલ્ટી-ચિપ મોડ્યુલ અને ઇન્ફ્રારેડ ફોકલ પ્લેન એરે (IRFPA)નો સમાવેશ થાય છે.

આ ચિપ ટેક્નોલોજીનો ઉપયોગ અત્યંત અદ્યતન રડાર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક વૉરફેર અને મિસાઇલ ટેક્નોલોજીમાં થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો MMIC ચિપ હાઇ-પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ચલાવવામાં મદદ કરે છે, જ્યારે IRFPA ટેક્નોલોજી મિસાઇલને તેના અંતિમ તબક્કામાં ચોક્કસ નિશાન સાધવાની અને ટાર્ગેટ પર નજર રાખવાની ક્ષમતા આપે છે.

- Advertisement -

આ ઉપરાંત શોર્ટ-વેવ, મિડ-વેવ અને લોંગ-વેવ ઇન્ફ્રારેડ સેન્સર ટેક્નોલોજી પણ દર્શાવવામાં આવી હતી, જે સાબિત કરે છે કે ભારત સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

માનવ મગજની જેમ કામ કરતા AI એક્સેલરેટર્સ

DRDOએ ભવિષ્યની અનેક આશ્ચર્યજનક ટેક્નોલોજીઓનું પણ પ્રદર્શન કર્યું હતું. તેમાં સ્ક્રેમજેટ એન્જિન ટેક્નોલોજી, ન્યુરોમોર્ફિક એક્સેલરેટર્સ, ફોટોનિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ક્વોન્ટમ રેન્ડમ નંબર જનરેટર્સ અને લેસર પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે.

આમાં ન્યુરોમોર્ફિક એક્સેલરેટર્સ ખૂબ ખાસ છે, કારણ કે તેને માનવ મગજ જે રીતે કામ કરે છે તેની નકલ કરીને બનાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ ઝડપી કમ્પ્યુટિંગ, પેટર્ન ઓળખવા અને રિયલ ટાઇમ AI એપ્લિકેશન્સ ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત જવાનોની સુરક્ષા સાથે જોડાયેલાં અદ્યતન ઉપકરણો, અદ્યતન કમ્યુનિકેશન સિસ્ટમ અને ક્વોન્ટમ ટેક્નોલોજીનાં પ્રોટોટાઇપ પણ પ્રદર્શનનો ભાગ હતાં.

Share This Article