Infinix Note 60 Pro ના નવા કલર વેરિઅન્ટ્સ લોન્ચ, જાણો કિંમત અને આકર્ષક ઓફર્સ

Arati Parmar
2 Min Read

ચાઈનીઝ હેન્ડસેટ મેકર Infinix એ હાલમાં જ ભારતમાં Infinix Note 60 Pro ને લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનને ત્રણ કલર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. Infinix Note 60 Pro ને Frost Silver અને Mist Titanium ના બે નવા કલર્સમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કલર્સ તે કસ્ટમર્સ માટે છે જે મેટેલિક ફિનિશને પસંદ કરે છે. જોકે, આ સ્માર્ટફોનના હાર્ડવેરમાં કોઈ બદલાવ થયો નથી. Infinix Note 60 Pro ની રિયર કેમેરા યુનિટમાં f/1.59 અપાર્ચર સાથે ૫૦ મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને f/2.2 અપાર્ચર સાથે ૮ મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, Infinix Note 60 Pro ના નવા કલર્સ મોડર્ન મેટેલિક ટેક્સચર પર બેઝ્ડ છે. આ પહેલા આ સ્માર્ટફોન માટે Ocean Blue, Solar Orange અને Mocha Brown કલર્સના વિકલ્પ છે. આ સ્માર્ટફોનના નવા કલર્સ વાળા વેરિઅન્ટ્સનો પ્રાઈસ ૩૩,૯૯૯ રૂપિયાનો છે. નવા કલર્સ વાળા Infinix Note 60 Pro નું વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart અને પસંદગીના રિટેલ સ્ટોર્સના માધ્યમથી કરવામાં આવશે. આ સ્માર્ટફોનને ખરીદનાર કસ્ટમર્સને ૩,૯૯૯ રૂપિયાનો MagPower સ્પીકર મફત આપવામાં આવશે. આની સાથે ૧૮ મહિનાનો Google Gemini Pro, ૫ TB ની Google Cloud સ્ટોરેજ અને EMI નો વિકલ્પ મળશે.

- Advertisement -

Infinix Note 60 Pro ના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ

આ સ્માર્ટફોનમાં ૬.૭૮ ઈંચ Active Matrix LED ડિસ્પ્લે (૧,૨૦૮ x ૨,૬૪૪ પિક્સલ્સ) ૧૪૪ Hz ના રિફ્રેશ રેટ અને ૪,૫૦૦ નિટ્સના પીક બ્રાઈટનેસ લેવલ સાથે છે. આના ડિસ્પ્લે માટે Corning Gorilla Glass 7i પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ૮ GB સુધી RAM અને ૨૫૬ GB સુધીની સ્ટોરેજ છે. આ Android 16 પર બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

- Advertisement -

Infinix Note 60 Pro માં Snapdragon 7S Gen 4 ચિપસેટ અને Adreno GPU A810 છે. આ સ્માર્ટફોનની રિયર કેમેરા યુનિટમાં f/1.59 અપાર્ચર અને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) માટે સપોર્ટ સાથે ૫૦ મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને f/2.2 અપાર્ચર સાથે ૮ મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. આના ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે ૧૩ મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. Infinix Note 60 Pro માં ૬,૫૦૦ mAh ની બેટરી ૯૦ W ફાસ્ટ ચાર્જિંગ અને ૩૦ W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં સિક્યોરિટી માટે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Share This Article