Oura Ring 5 Price in India: Oura એ આજે ભારતીય બજારમાં પોતાની નવી સ્માર્ટ રિંગ Oura Ring 5 લોન્ચ કરી છે. આ રિંગ અગાઉના મોડલ Oura Ring 4ની સરખામણીમાં લગભગ 40 ટકા નાની છે. આ રિંગમાં વધુ કોમ્પેક્ટ અને આરામદાયક ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં નેક્સ્ટ જનરેશન સેન્સિંગ અને એડવાન્સ હેલ્થ ઇનસાઇટ્સ સાથે 1 અઠવાડિયા સુધી ચાલતી બેટરી આપવામાં આવી છે. અહીં અમે તમને Oura Ring 5ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી લઈને કિંમત વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
Oura Ring 5 Price & Availability
Oura Ring 5ના સિલ્વર અને બ્લેક કલર વેરિઅન્ટની કિંમત ₹39,900 છે. જ્યારે ગોલ્ડ, ડીપ રોઝ, સ્ટેલ્થ અને બ્રશ્ડ સિલ્વર વેરિઅન્ટની કિંમત ₹50,990 છે. Oura મેમ્બરશિપની કિંમત દર મહિને ₹599 છે. Ring 5 આજથી ભારતીય બજારમાં પ્રી-ઓર્ડર માટે ઈ-કોમર્સ સાઇટ Amazon અને રિટેલ સ્ટોર Croma પર ઉપલબ્ધ થઈ ગઈ છે.
Oura Ring 5 Features & Specifications
Oura Ring 5 યુઝર્સ માટે 6-13 સાઇઝમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત કલર ઓપ્શનમાં બ્લેક, સિલ્વર, સ્ટેલ્થ, બ્રશ્ડ સિલ્વર અને રોઝ ફિનિશનો વિકલ્પ મળે છે. Oura Ring 5ની ડિઝાઇન Oura Ring 4ની સરખામણીમાં 40 ટકા નાની છે. આ રિંગ હળવા અને નોન-એલર્જેનિક ટાઇટેનિયમમાંથી તૈયાર કરવામાં આવી છે. તેમાં વધુ સ્મૂધ કર્વ્સ અને લો-પ્રોફાઇલ સેન્સર ડોમ આપવામાં આવ્યા છે. આના કારણે તેને સતત પહેરી શકાય છે અને ત્વચા સાથે વધુ સારી રીતે સંપર્ક પણ જળવાઈ રહે છે. નેક્સ્ટ જનરેશન સેન્સિંગ આર્કિટેક્ચરમાં વધુ પાવરફુલ LED અને 12 ઑપ્ટિમાઇઝ્ડ સિગ્નલ પાથવે આપવામાં આવ્યા છે. આના કારણે અલગ-અલગ પ્રકારની આંગળીઓ અને સ્કિન ટોન પર પણ વધુ સ્પષ્ટ અને મહત્ત્વપૂર્ણ હેલ્થ સિગ્નલ્સ મળી શકે છે.
Oura Ring 5માં એડવાન્સ ટેક્નોલોજી સાથે દૈનિક ઉપયોગ માટે સચોટ અને આકર્ષક ડિઝાઇન આપવામાં આવી છે. Ring 5માં GLP-1 ઇનસાઇટ્સ મળે છે, જે મેડિકેશન ટ્રેકિંગ અને સતત મળતા બાયોમેટ્રિક ડેટાને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. GLP-1 ઇનસાઇટ્સ ભારતમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. અન્ય ફીચર્સમાં Ouraના મેનોપોઝ ઇનસાઇટ્સ, કાર્ડિયો એફર્ટ અને ઑટોમેટિક VO2 Maxનો સમાવેશ થાય છે. આ રિંગ સાથે સુસંગત Oura એપ આવે છે, જે સિગ્નલ્સને પ્રોસેસ કરીને યુઝર્સના હેલ્થ, એક્ટિવિટી અને વેલબીંગ વિશે જરૂરી માહિતી આપે છે. લાંબી બેટરી લાઇફ સાથે આ રિંગ દિવસ-રાત યુઝર્સના હેલ્થને સતત ટ્રેક કરી શકે છે. બેટરી બેકઅપની વાત કરીએ તો, એક જ ચાર્જમાં આ રિંગ 6-9 દિવસ સુધી ચાલી શકે છે. જોકે, આ સમયગાળો સાઇઝ અને ઉપયોગ પર પણ આધાર રાખે છે.

