People Being Polite to ChatGPT: “પ્લીઝ અને થેન્ક યૂ” થી ચેટજીપીટીને કરોડોનું નુક્સાન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

People Being Polite to ChatGPT: ચેટજીપીટીના સીઈઓ સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે યુઝર્સ AIને થેન્ક યૂ અને પ્લીઝ કહે છે એના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુક્સાન થાય છે. આજે ઘણાં લોકો ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં એના ઘણાં યુઝર્સ છે અને એમાં ભારત પણ પાછળ નથી. આથી જ્યારે યુઝર્સ ચેટજીપીટીનો ઉપયોગ કરે છે ત્યારે દરેક મેસેજ માટે કંપનીને ચાર્જ લાગતો હોય છે અને એટલે જ પ્લીઝ અને થેન્ક યૂ માટે કંપનીને નુક્સાન થઈ રહ્યું છે.

સરવે દ્વારા માહિતી આવી બહાર

- Advertisement -

2024માં એક સરવે કરવામાં આવ્યો હતો જેમાં 67 ટકા અમેરિકન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ AI સાથે વિનમ્રતાથી વાત કરે છે. તેમા 55 ટકાનું કહેવું છે કે તેઓ આ એટલા માટે કરે છે કારણ કે થેન્ક યુ અને પ્લીઝ કહેવું જરૂરી છે. 12 ટકા લોકોનું કહેવું છે કે AI ખૂબ જ એડ્વાન્સ થઈ રહ્યું છે ત્યારે એની સાથે સારા સંબંધ રાખવા જરૂરી છે. આથી યુઝર્સ ચેટજીપીટીની સાથે એક સામાન્ય માણસની જેમ વાત કરવાનું પસંદ કરે છે.

Share This Article