Tech Tips: કામ પૂર્ણ થયા પછી લેપટોપ ખુલ્લું રાખવું સારું કે નહિં? જાણો સત્ય!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tech Tips: આજકાલ મોબાઈલની જેમ જ લેપટોપ પણ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. તમારો મનપસંદ OTT શો જોવાથી લઈને ઑફિસના પ્રોજેક્ટ પૂરા કરવા સુધી, તમામ કામ આપડે લેપટોપ પર કરીએ છીએ. જો લેપટોપની જરૂર નથી, તો તમે તેને બંધ કરીને મુકી શકો છો, પણ હવે આ એક મોટો પ્રશ્ન છે કે કામ પૂરું કર્યા પછી લેપટોપને ખુલ્લુ છોડવું યોગ્ય છે કે નહીં.

તમને જણાવી દઈએ કામ પૂર્ણ થતા જ તામારે તમારા લેપટોપને બંધ કરી દેવું જોઈએ અને ક્યારેય ખુલ્લુના મૂકવું જોઈએ, કેટલાક લેપટોપ લાંબા સમય સુધી ખુલ્લા રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા નથી. જો તમે લેપટોપનો ઉપયોગ કરતા નથી, અને તેમ છત્તા લેપટોપને ખુલ્લુ મુકી દીધુ છે તો તેનાથી કેટલાક નુકસાન થઈ શકે છે.

- Advertisement -

બેટરી લાઈફ પર અસર : લેપટોપને ખુલ્લુ છોડી દેવામાં આવે તો તેની બેટરીનો વપરાશ થતો રહે છે. આમ તે બેટરી પર ભાર મૂકે છે અને આમ તેની બેટરી લાઈફ પર અસર પડે છે. જો તમે દરરોજ લેપટોપને પાવર ઓફ કે સ્વિચ ઓફ કરવાની ટેવ પાડો છો, તો તમે તેની બેટરી લાઇફ વધારી શકો છો.

ડેટા ચોરીનું જોખમ : જો લેપટોપ ચાલુને ચાલુ જ રહે તો ડેટા ચોરી થવાનું જોખમ વધી જાય છે. જો લેપટોપ પર પાસવર્ડ સેટ ન હોય તો કોઈ તમારો ડેટા ચોરી શકે છે.

- Advertisement -

ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશ થઈ શકે : ઑપરેટિંગ સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવા માટે, સિસ્ટમ રીબૂટ કરવી જરૂરી છે. ઘણી વખત જ્યારે લેપટોપ સ્લીપ મોડથી ચાલુ હોય ત્યારે ડ્રાઇવરો યોગ્ય રીતે લોડ થતા નથી, જેના કારણે સિસ્ટમ વારંવાર ક્રેશ થાય છે.

સિસ્ટમને આરામ જરુરી: લેપટોપને બંધ કરીને ફરીથી ચાલુ કરવાથી સિસ્ટમને રીબૂટ થવાનો સમય મળે છે. જેના કારણે સોફ્ટવેર ક્રેશ થતું નથી અને લેપટોપનું પરફોર્મન્સ સારું રહે છે.

- Advertisement -
Share This Article