ગુજરાતના આણંદ પાસે માર્ગ અકસ્માત, છના મોત, આઠ ઘાયલ

Reena Brahmbhatt
1 Min Read

અચાનક ટાયર ફાટવાને કારણે ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડની બાજુમાં ઉભેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

DpUKRMJh accident

- Advertisement -

ગુજરાતના આણંદ નજીક આજે સવારે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા છે. આમાંના કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક ચિખોદ્રા ખાતે આ અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાને કારણે એક ટ્રક અચાનક કાબુ બહાર નીકળી ગઈ હતી અને રોડની બાજુમાં ઉભેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે બસ ડિવાઈડર પર બેઠેલા મુસાફરો પર પલટી ગઈ હતી. જેના કારણે છ મુસાફરો દટાયા હતા. તેમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય ત્રણનું હોસ્પિટલમાં મોત થયું હતું.

- Advertisement -

મૃતકોના નામ
1. પ્રેમાદેવી પ્રકાશચંદ જૈન
2. પુનમચંદ હુકમીચંદ જૈન
3. ભંવરલાલ ગિરધારીલાલ રાવ
4. નૈનીદેવી હેનસિંહ
5. રાજવીબેન સુરેશભાઈ સુથાર
6.સોનુ નારાયણ જાટ

ઘાયલોના નામ
1. રાજેશભાઈ ખત્રી
2. મીનાબેન રાજેશભાઈ ખત્રી
3. અંબાલાલ કુમાવત
4. સુરેશ નંદ કિશોર
5. વિષ્ણુ રંગલાલ જાટ
6. સંતોષ કુમારી ભરતસિંહ રાજપૂત
7. નરસિંહ લક્ષ્મણસિંહ નસરા
8. મોતીલાલ ગુંદભાઈ ડીંડોલ
9. કરણ અવધેશ્રમ (ટ્રકર)

- Advertisement -
Share This Article