1st February 2026 Rule Change: ૨૦૨૬ નાણાકીય અપડેટ: ગેસ સિલિન્ડર મોંઘો થશે કે સસ્તો? ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ દેશમાં લાગુ થશે આ ૩ મોટા ફેરફારો, સામાન્ય જનતાના બજેટ પર થશે સીધી અસર

Arati Parmar
2 Min Read

1st February 2026 Rule Change: વર્ષ 2026નો પ્રથમ મહિનો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને થોડા જ દિવસોમાં ફેબ્રુઆરીની શરૂઆત થશે. નાણાકીય દૃષ્ટિકોણથી જોઈએ તો, વર્ષના બીજા મહિનામાં તમારા ખિસ્સા પર અસર પડી શકે છે. હકીકતમાં, 1 ફેબ્રુઆરીથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ઘણી મહત્વની વસ્તુઓની કિંમતો અને નિયમોમાં ફેરફાર જોવા મળી શકે છે. જાણકારી મુજબ, LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં સુધારો થઈ શકે છે, જ્યારે CNG ના ભાવમાં પણ ફેરફાર શક્ય છે. આ ઉપરાંત FASTag સાથે જોડાયેલા નિયમોને લઈને પણ નવા અપડેટ લાગુ કરવામાં આવી શકે છે. ચાલો જાણીએ 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા આ મોટા ફેરફારો વિશે…

LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર

દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી (LPG) ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર (Commercial Gas Cylinder) ની કિંમતોની સમીક્ષા કરે છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે 14 કિલોગ્રામ વાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સુધારો (રિવાઈઝ) કરવામાં આવી શકે છે. આ ફેરફાર વધારા કે રાહત, બંને સ્વરૂપે હોઈ શકે છે.

- Advertisement -

CNG-PNG ની કિંમતો

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ફેબ્રુઆરી મહિનામાં CNG-PNG અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની કિંમતોમાં ફેરફાર કરી શકે છે. જો હવાઈ ઈંધણમાં વધારો થાય છે, તો ફ્લાઈટ ટિકિટના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, આ મહિને એટલે કે જાન્યુઆરીમાં ATF ની કિંમતોમાં આશરે 7% નો ઘટાડો જોવા મળ્યો હતો.

FASTag માં ફેરફાર

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) એ FASTag સાથે જોડાયેલ કેવાયસી (KYC) વેરિફિકેશન પ્રક્રિયાને સંપૂર્ણપણે ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 1 ફેબ્રુઆરીથી FASTag એક્ટિવ થયા પછી કોઈ વધારાની KYC તપાસની જરૂર રહેશે નહીં. હવે વાહનની માહિતીની તપાસની સંપૂર્ણ જવાબદારી FASTag જારી કરનારી બેંકોની રહેશે.

- Advertisement -
Share This Article