Composite Salary Account for government employees: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: નવું ‘કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ’ લોન્ચ, ₹2 કરોડના ફ્રી ઈન્સ્યોરન્સ સહિત મળશે આ મોટા ફાયદા.

Arati Parmar
4 Min Read

Composite Salary Account for government employees: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા ખૂબ કામના છે. મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે એક નવું અને ખાસ કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ (Composite Salary Account) લોન્ચ કર્યું છે. આ એક જ એકાઉન્ટમાં બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને કાર્ડ સાથે જોડાયેલા અનેક મોટા ફાયદા મળશે. સૌથી મોટી વાત એ છે કે આમાં કરોડો રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર બિલકુલ મફત આપવામાં આવી રહ્યું છે. સરકારનો હેતુ છે કે સરકારી કર્મચારીઓને પૈસા, બેંકિંગ અને સુરક્ષા ત્રણેય બાબતોનું ટેન્શન ન રહે.

શું છે કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ?
કમ્પોઝિટ સેલરી એકાઉન્ટ એક એવું સેલરી એકાઉન્ટ છે જેમાં બેંકની સુવિધા, ઈન્સ્યોરન્સ કવર અને ડેબિટ-ક્રેડિટ કાર્ડના ફાયદા એકસાથે મળે છે. એટલે કે અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં. આ સ્કીમ નાણા મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્શિયલ સર્વિસીસ દ્વારા તમામ સરકારી બેંકો સાથે મળીને શરૂ કરવામાં આવી છે. આ સુવિધા ગ્રુપ A, B અને C ના તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે છે.

- Advertisement -

ઝીરો બેલેન્સ એકાઉન્ટ અને સરળ બેંકિંગ ફેસિલિટી
આ સેલરી એકાઉન્ટમાં ઝીરો બેલેન્સની સુવિધા મળશે. એટલે કે ખાતામાં પૈસા ન હોવા છતાં કોઈ ચાર્જ લાગશે નહીં.

RTGS, NEFT અને UPI જેવી સુવિધાઓ ફ્રી મળશે.

- Advertisement -

ચેક બુકની સુવિધા પણ કોઈ વધારાના શુલ્ક વગર આપવામાં આવશે.

લોકર લેવા પર પણ ભાડામાં છૂટ મળશે.

- Advertisement -

પરિવારના સભ્યો માટે ફેમિલી બેંકિંગનો ફાયદો પણ મળશે.

સસ્તા વ્યાજે મળશે લોન
આ એકાઉન્ટ હેઠળ સરકારી કર્મચારીઓને હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન અને પર્સનલ લોન ઓછા વ્યાજ દરે મળશે. એટલું જ નહીં, લોન લેવા પર પ્રોસેસિંગ ફી પણ ઓછી હશે અથવા માફ થઈ શકે છે. આનો સીધો ફાયદો એ થશે કે ઘર, ગાડી કે બાળકોના અભ્યાસ માટે લોન લેવી સરળ અને સસ્તી થઈ જશે.

૧.૫ કરોડ સુધીનું ફ્રી એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ કવર
આ સ્કીમમાં સરકારી કર્મચારીઓને પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ કવર આપવામાં આવશે. જો કોઈ કર્મચારી સાથે અકસ્માત થાય છે, તો તેને અથવા તેના પરિવારને ₹૧.૫ કરોડ સુધીનું ઈન્સ્યોરન્સ કવર મળશે. આ ઈન્સ્યોરન્સ સંપૂર્ણપણે ફ્રી હશે અને સેલરી એકાઉન્ટની સાથે જ મળશે.

હવાઈ મુસાફરી કરનારાઓ માટે ૨ કરોડનું કવર
જો કોઈ સરકારી કર્મચારી હવાઈ મુસાફરી કરે છે અને કોઈ અકસ્માતનો ભોગ બને છે, તો આ સ્કીમમાં ₹૨ કરોડ સુધીનું એર એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે. આ કવર પણ સેલરી એકાઉન્ટની સાથે જ મળશે. એટલે કે ફ્લાઈટમાં સફર કરનારાઓ માટે આ મોટી રાહત છે.

લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ કવર પણ સામેલ
આ એકાઉન્ટમાં ₹૨૦ લાખ સુધીનું લાઈફ ઈન્સ્યોરન્સ કવર પણ મળશે. જરૂર પડ્યે ઓછું પ્રીમિયમ આપીને આ કવર વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી અને તેના પરિવાર માટે હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. આમાં બેઝ પ્લાન સાથે ટોપ-અપનો ઓપ્શન હશે જેથી ઓછા ખર્ચમાં વધુ કવર મળી શકે.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ખાસ ફાયદા
કમ્પોઝિટ સેલરી એકાઉન્ટમાં મળતા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર અનેક એક્સ્ટ્રા ફાયદા હશે.

એરપોર્ટ લાઉન્જ એક્સેસ, રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક ઓફર અને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન જેવી સુવિધાઓ મળશે.

કાર્ડ પર કોઈ મેન્ટેનન્સ ચાર્જ પણ લેવામાં આવશે નહીં.

જૂના એકાઉન્ટને પણ કમ્પોઝિટ સેલરી એકાઉન્ટમાં બદલવાની સુવિધા
સરકારે તમામ સરકારી બેંકોને કહ્યું છે કે તેઓ આ સ્કીમની જાણકારી વધુમાં વધુ કર્મચારીઓ સુધી પહોંચાડે. જે કર્મચારીઓ પહેલાથી સેલરી એકાઉન્ટ ચલાવી રહ્યા છે તેઓ પોતાની સંમતિથી જૂના એકાઉન્ટને આ નવા કમ્પોઝિટ સેલરી એકાઉન્ટમાં બદલી શકે છે. આ માટે બેંકોમાં ખાસ કેમ્પ પણ લગાવવામાં આવશે.

આ સ્કીમ એટલા માટે ખાસ છે કારણ કે તેમાં બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને મેડિકલ કવર ત્રણેય વસ્તુઓ એક જ જગ્યાએ મળી જાય છે. આનાથી સરકારી કર્મચારીઓને અલગ-અલગ પોલિસી લેવાની કે બેંકના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. એક જ એકાઉન્ટથી ફાયનાન્શિયલ સિક્યુરિટી અને બેનિફિટ બંને મળશે.

Share This Article