MMS viral punishment: MMS લીક કરનારા સાવધાન! બદલો લેવાની લાયમાં જિંદગી થશે બરબાદ, જાણો વીડિયો વાયરલ કરવા પર નવા કાયદામાં કેટલી છે સજા?

Arati Parmar
2 Min Read

MMS viral punishment: આજના આ ડિજિટલ યુગમાં મોટા પાયે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, તેની સાથે સાથે તેનો દુરુપયોગ પણ ઘણો વધી રહ્યો છે. વીતેલા વર્ષોમાં કોઈ વ્યક્તિનો ખાનગી વીડિયો કે MMS વાયરલ કરવાની ઘટનાઓ ઝડપથી વધી છે. ઘણીવાર આ કામ બદલાની ભાવના, બ્લેકમેલિંગ કે માત્ર મનોરંજનના નામે કરવામાં આવે છે. જોકે, આની એક ગંભીર અસર પીડિતની જિંદગી પર પડે છે અહીં સુધી કે તેની જિંદગી બરબાદ કરી દે છે.

અવારનવાર જોવા મળે છે કે વીડિયો લીક થયા પછી ઘણીવાર વ્યક્તિ માનસિક તણાવમાં આવીને અને સામાજિક બદનામીના ડરથી આત્મહત્યા સુધી કરી લે છે. ભારતના કાયદામાં આને એક ગંભીર ગુનો માનવામાં આવ્યો છે અને આને લઈને કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.

- Advertisement -

ભારતીય ન્યાય સંહિતામાં મહિલાઓની નિજતાની સુરક્ષા કરવાને લઈને વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. બીએનએસ (BNS) મુજબ જો કોઈની પરવાનગી વગર કોઈ શખ્સ તેની કોઈ ફોટો કે વીડિયોને લીક કરે છે તો આને એક ગંભીર ગુનો માનવામાં આવ્યો છે.

બીએનએસની કલમ ૭૩ હેઠળ કોઈ મહિલાનો ખાનગી વીડિયો કે ફોટો લેવો તેને વાયરલ કરવો ગુનો છે. આ પ્રકારના મામલામાં દોષિત ઠરેલા શખ્સને ઓછામાં ઓછી ૧ થી ૩ વર્ષ સુધીની કેદ અને દંડ ફટકારવામાં આવે છે.

- Advertisement -

આ પછી પણ જો શખ્સ સુધરતો નથી અને ફરીથી કોઈનો ખાનગી ફોટો કે વીડિયો લીક કરે છે તો પકડાઈ જવા પર તેને ૩ થી ૭ વર્ષની કેદ અને દંડ કરવામાં આવશે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ પ્રકારના મામલા બિનજામીનપાત્ર (non-bailable) અને કોગ્નિઝેબલ (cognizable) છે.

આમાં પોલીસ વગર વોરંટે તમારી ધરપકડ કરી શકે છે. આ પ્રકારના ગુનામાં જામીન મળવા સરળ હોતા નથી. તમને આ વિશે જાણકારી હોવી જરૂરી છે.

- Advertisement -
Share This Article