foreign student visa restrictions USA : અમેરિકા એક તેવું રાષ્ટ્ર છે કે, જે તેના પાવરના જોરે કોઈને પણ નથી શકે છે અને જરૂર પડે દાદાગીરીનો દંડો પછાડી પણ શકે છે.ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, દેશમાં દરરોજ કંઈક નવું થઈ રહ્યું છે. હવે ટ્રમ્પ સરકારની નજર અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર છે. પણ આ નજર કઈ તેમ જ નથી બગડી, અસલમાં આ સંદર્ભે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓ અમેરિકામાં રહીને દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે અમેરિકન વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકા કેટલાક ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે, ખાસ કરીને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા અથવા ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને ચોક્કસપણે દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. ટ્રમ્પ કહે છે કે ‘કટ્ટરપંથી ડાબેરીઓએ વિદ્યાર્થીઓને તોફાની બનાવ્યા છે.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધો ધરાવતા લોકોને બક્ષવામાં આવશે નહીં
ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, રુબિયોએ એક નિવેદનમાં કહ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા માટે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ સાથે મળીને કામ કરશે, જેમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા અથવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શામેલ છે.’ માર્કો રુબિયોએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને 15% સુધી મર્યાદિત કરવા જણાવ્યું છે. અમેરિકન યુનિવર્સિટીઓ પર ચીન સાથેના સંબંધો તોડવા માટે વધતા દબાણ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં, હાઉસ રિપબ્લિકન્સે ડ્યુક યુનિવર્સિટી પાસે ચીની યુનિવર્સિટી સાથેના તેના સહયોગનો અંત લાવવાની માંગ કરી હતી, કારણ કે તેઓ માને છે કે આનાથી ચીની વિદ્યાર્થીઓને યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા મહત્વપૂર્ણ સંશોધનની ઍક્સેસ મળી રહી છે.
ભારત પછી ચીનમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે
ભારત પછી ચીનમાં યુ.એસ.માં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. 2023-2024 દરમિયાન, ચીનના 270,000 થી વધુ વિદ્યાર્થીઓ યુ.એસ.માં અભ્યાસ કરી રહ્યા હતા, જે તમામ વિદેશી વિદ્યાર્થીઓના લગભગ એક ચતુર્થાંશ છે.
ટ્રમ્પે હાર્વર્ડ પર નિશાન સાધ્યું
અગાઉ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ નવા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે, જેમાં હાર્વર્ડ યુનિવર્સિટી પર ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંશોધન ભાગીદારી અને ચીની અર્ધલશ્કરી જૂથને તાલીમ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે શોપિંગ સેન્ટરોમાં વિસ્ફોટ ઇચ્છતા નથી. અમે રમખાણો ઇચ્છતા નથી. ઘણા વિદેશી વિદ્યાર્થીઓ મુશ્કેલી સર્જનારા છે, જેમને કટ્ટરપંથી ડાબેરીઓ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા છે.” ટ્રમ્પ કહે છે કે અમને એવા વિદેશી વિદ્યાર્થીઓની જરૂર છે જેઓ આપણા દેશને પ્રેમ કરે છે.ત્યારે આ મુદ્દે તમે ટ્રમ્પને ખોટા ન કહી શકો.પોતાના દેશની સુરક્ષા અને માન સન્માન માટે તે કંઈપણ કરી શકે.ભારતમાં પણ JNU ડાબેરીઓનો ગઢ છે અને અહીં કેટલીય વાર ભારત વિરોધી નારા લાગ્યા છે તેમજ દેશ વિરોધી તત્વો અહીં પણ ફૂલેફાલે છે અને આવી પ્રવૃતિઓ સતત થતી રહે છે.જો કે, અહીં વિદેશી સ્ટુડન્ટ્સ કરતાં ભારતીય સ્ટુડન્ટ્સ જ દેશ વિરોધી પ્રવૃત્તિ વધુ આચરે છે.ત્યારે અહીં તમે અમેરિકાને આ મામલે સાચું કહી શકો છો.
વિઝા નિયમો વધુ કડક હશે, ટ્રમ્પે ગંભીર આરોપો લગાવ્યા
યુએસ સરકાર હવે વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વધુ સંપૂર્ણ તપાસ કરશે. 2019 થી વિઝા અરજીઓમાં સોશિયલ મીડિયા હેન્ડલ આપવા ફરજિયાત છે, પરંતુ રુબિયોએ કહ્યું કે આ તપાસ ચીન અને હોંગકોંગના વિદ્યાર્થીઓ માટે વધુ કડક હશે. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડને અબજો ડોલરનું ફેડરલ ભંડોળ બંધ કરી દીધું છે અને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. હાર્વર્ડે વહીવટીતંત્ર સામે દાવો દાખલ કરીને આનો વિરોધ કર્યો છે, કારણ કે યુનિવર્સિટીનું કહેવું છે કે વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓની માહિતી શેર કરવાનો અને કેમ્પસમાં યહૂદી વિરોધી ઘટનાઓ પર પગલાં ન લેવાનો ખોટો આરોપ લગાવ્યો છે

