Iran Supersonic Missile: ઈરાનની સુપરસોનિક મિસાઈલ શક્તિ વધારવાની તૈયારી, રશિયા કરી રહ્યું છે ગુપ્ત સૈન્ય ટેક્નોલોજીમાં મદદ

Arati Parmar
4 Min Read

Iran Supersonic Missile: બ્રહ્મોસ જેવી ક્ષમતા મેળવવા ઈરાનનો પ્રયાસ, C430L પ્રોજેક્ટ હેઠળ રેમજેટ ટેક્નોલોજી વિકસાવાઈ

Iran Supersonic Missile: ઈરાને પોતાની મિસાઈલો અને ડ્રોનની મદદથી અમેરિકા સાથે 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં જે રીતે મુકાબલો કર્યો છે, તેણે સમગ્ર દુનિયાને તેની ક્ષમતા અંગે વિચારવા માટે મજબૂર કરી દીધી છે. ઈરાને સાબિત કર્યું છે કે તેનો મિસાઈલ કાર્યક્રમ ખૂબ શક્તિશાળી છે. આ દરમિયાન તેહરાન એવી શક્તિ મેળવવાની પ્રક્રિયામાં છે, જે અમેરિકા અને ઈઝરાયેલ બંનેની ચિંતા વધારી શકે છે. અહેવાલ પરથી જાણવા મળે છે કે ઈરાન ભારતની બ્રહ્મોસ મિસાઈલ જેવી શક્તિ મેળવવાની પ્રક્રિયામાં છે. રશિયા તેની મદદ કરી રહ્યું છે.

ઈરાનને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવવામાં મદદ

ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, એક ગુપ્ત કાર્યક્રમ હેઠળ ઈરાનને અદ્યતન સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો બનાવવામાં મદદ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને C430L નામ આપવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે આ મોસ્કોથી તેહરાન સુધી વ્યૂહાત્મક મિલિટરી ટેક્નોલોજીના સૌથી મહત્વપૂર્ણ હસ્તાંતરણોમાંથી એક હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ પણ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જેને ભારત-રશિયાના સંયુક્ત ઉપક્રમ હેઠળ બનાવવામાં આવી છે.

- Advertisement -

ફાઇનાન્શિયલ ટાઈમ્સનો અહેવાલ લીક થયેલા રશિયન પત્રવ્યવહાર અને મિલિટરી પેટન્ટના વિશ્લેષણ પર આધારિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ 2023માં શરૂ થયો હતો. એટલે કે તે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવથી ઘણો પહેલાં શરૂ થયો હતો, પરંતુ તાજેતરના સંઘર્ષ દરમિયાન પણ તે ચાલુ રહ્યો.

રેમજેટ પ્રોપલ્શન એન્જિન બનાવવાની ટેક્નોલોજી

અહેવાલ અનુસાર, પ્રોજેક્ટ C430Lનો હેતુ ઈરાનને રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ બનાવવામાં મદદ કરવાનો છે. આ એવું એન્જિન છે, જે ક્રૂઝ મિસાઈલને ધ્વનિની ગતિ કરતાં અનેકગણી વધુ ઝડપ જાળવી રાખવામાં સક્ષમ બનાવે છે. મિસાઈલ અને મિલિટરી નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેક્નોલોજી એન્ટી-શિપ અને જમીન પર હુમલો કરનારી ક્રૂઝ મિસાઈલો માટે હતી.

- Advertisement -

ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર નજીકથી નજર રાખતા નિષ્ણાત ફેબિયન હિંઝે FT સાથેની વાતચીતમાં કહ્યું, આ રશિયા તરફથી અત્યંત વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ મિલિટરી ટેક્નોલોજીનું હસ્તાંતરણ છે, જેને ઈરાનીઓ દાયકાઓથી મેળવવા ઈચ્છતા હતા. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમ માટે રશિયામાં સૌથી ઉચ્ચ સ્તરેથી વ્યૂહાત્મક મંજૂરીની જરૂર પડશે.

અહેવાલની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ બનાવી લીધી છે અને ફ્લાઇટ ટેસ્ટ પણ કરી લીધો છે. જોકે, રશિયાની મદદથી બનાવવામાં આવેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની તહેનાતીનો અત્યાર સુધી કોઈ પુરાવો નથી.

- Advertisement -

ઈરાન વધારશે અમેરિકા-ઈઝરાયેલની ચિંતા

સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાં ઝડપી ગતિ અને ઓછી ઊંચાઈએ ઉડવાની ક્ષમતાનું સંયોજન હોય છે. આ કારણે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે તેમનું નિરીક્ષણ કરવું અને તેમને અટકાવવું મુશ્કેલ બની જાય છે. ઈરાન માટે ખાડી વિસ્તારમાં આ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકા અને તેના પ્રાદેશિક સહયોગીઓ જમીન અને સમુદ્ર આધારિત અદ્યતન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

રશિયાની સરકારી કંપની પ્રોજેક્ટમાં સામેલ

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાની સરકારી હથિયાર નિકાસ કંપની રોસોબોરોનએક્સપોર્ટ આ કાર્યક્રમમાં સામેલ હતી અને તેણે જ સમગ્ર વ્યવસ્થા કરી હતી. રશિયાની રોકેટ ડિઝાઈન બ્યુરો NPO મશિનોસ્ટ્રોયેનિયા પણ તેમાં સામેલ હતી. લીક થયેલા પ્રવાસ રેકોર્ડ પરથી જાણવા મળે છે કે નવેમ્બર 2023માં તેહરાન સાથે C430L પ્રોજેક્ટ પર ઔપચારિક હસ્તાક્ષર થતાં પહેલાં રશિયન હથિયાર નિકાસ અધિકારીઓ અને NPO મશિનોસ્ટ્રોયેનિયાના વરિષ્ઠ એન્જિનિયરોએ ઘણી વખત ઈરાનની મુલાકાત લીધી હતી.

2025 સુધીમાં NPO મશિનોસ્ટ્રોયેનિયાને રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ પર ઈરાની તકનીકી સામગ્રીનો મોટો સંગ્રહ મળી ચૂક્યો હતો. રશિયન એન્જિનિયરોએ ઈરાની ફ્લાઇટ ટેસ્ટના ડેટાના વિશ્લેષણ બાદ સિસ્ટમ પરફોર્મન્સ અંગેના પ્રશ્નોની એક યાદી તેહરાનને મોકલી હતી. લીક થયેલી વાતચીત પરથી જાણવા મળે છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલનું યુદ્ધ શરૂ થયા બાદ પણ કાર્યક્રમ 2026 સુધી ચાલુ રહ્યો.

Share This Article