Iron Beam Israel: ઈઝરાયેલે યુદ્ધના મેદાનમાં પહેલીવાર ઉતાર્યું આયર્ન બીમ, લેસર લાઈટથી તોડી પાડ્યા હિઝબુલ્લાહના રોકેટ, ભારતની પણ નજર

Arati Parmar
4 Min Read

Iron Beam Israel: ઈઝરાયેલે ઇતિહાસ રચતા પહેલીવાર લેસર લાઈટથી શક્તિશાળી રોકેટને તોડી પાડ્યું છે. જે આયર્ન બીમ (Iron Beam) ની ચર્ચા છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી હતી તે આખરે સફળ થઈ ગયું છે. હિઝબુલ્લાહએ મોડી રાત્રે લેબનાનથી ઈઝરાયેલ પર ભીષણ હુમલો શરૂ કરી દીધો છે. આ દરમિયાન રોકેટ અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા જે રોકવા માટે પહેલીવાર ઈઝરાયેલે આયર્ન બીમને એક્ટિવ કર્યું હતું. તેણે રોકેટને રોકવાની પોતાની ક્ષમતા યુદ્ધના મેદાનમાં સાબિત કરી દીધી છે. ઈઝરાયેલે આયર્ન બીમથી રોકેટને ઇન્ટરસેપ્ટ કરવાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે જે તેની ટેકનોલોજીના ક્ષેત્રમાં બાદશાહત દર્શાવે છે.

હિઝબુલ્લાહ જેવા સંગઠનો અત્યાર સુધી સસ્તા રોકેટ અને સસ્તી મિસાઈલો દાગતા હતા અને તેને ઇન્ટરસેપ્ટ કરવામાં ઈઝરાયેલને ઘણો ખર્ચ આવતો હતો. ઇન્ટરસેપ્ટર મિસાઈલો બનાવવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ હવે ૨ ડોલરથી પણ ઓછા ખર્ચમાં આયર્ન બીમ રોકેટ અને મિસાઈલને રોકી રહ્યું છે. ખામેનેઈના મોત બાદ લેબનાનમાં હાજર હિઝબુલ્લાહએ ગુસ્સામાં ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. આ પછી ઈઝરાયેલી એરફોર્સે લેબનાનમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કર્યો છે.

- Advertisement -

યુદ્ધના મેદાનમાં સફળ થઈ ગયું આયર્ન બીમ

ઈઝરાયેલ વોર રૂમ તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં આયર્ન બીમની કાબિલિયત બતાવવામાં આવી છે. તેને તેલ અવીવની “યુદ્ધના નવા યુગની” ડિફેન્સ સિસ્ટમ બતાવવામાં આવી છે. ફૂટેજમાં હિઝબુલ્લાહની મિસાઈલોને રાતના આકાશમાં રોશની કરતી બતાવવામાં આવી અને પછી આયર્ન બીમ તેને ખતમ કરી રહ્યું હતું. ઈઝરાયેલી વોર રૂમે જણાવ્યું છે કે યુદ્ધના મેદાનમાં પહેલીવાર આયર્ન બીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોડર્ન આયર્ન બીમ ટેકનોલોજી ઉપરાંત, ઈઝરાયેલ તેની જાણીતી આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ પર પણ ભરોસો રાખે છે જે તેના એર ડિફેન્સ નેટવર્કનો એક મહત્વનો પિલર છે.

- Advertisement -

આયર્ન બીમ યુદ્ધના મેદાનમાં કેવી રીતે કરે છે કામ?

ઈઝરાયેલે આ અઠવાડિયે ઘરેલું ડિફેન્સ કંપનીઓ રફાયેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ અને એલ્બિટ સિસ્ટમ્સ સાથે આયર્ન બીમ એર ડિફેન્સ સિસ્ટમનું પ્રોડક્શન વધારવા માટે ૫૦૦ મિલિયન ડોલરથી વધુનો કોન્ટ્રાક્ટ કર્યો છે. ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટ્રી મુજબ આયર્ન ડોમની સાથે ડેવલપ કરવામાં આવેલું આયર્ન બીમ મિસાઈલ, ડ્રોન, રોકેટ અને મોર્ટાર સહિત અનેક પ્રકારના હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ઈઝરાયેલી અધિકારીઓનું કહેવું છે કે આ ટેકનોલોજી “યુદ્ધના એક નવા યુગની” શરૂઆત કરી શકે છે. આયર્ન બીમ બનાવવામાં ૧૦ વર્ષથી વધુનો સમય લાગ્યો છે. તેને પહેલીવાર ૨૦૧૪માં બતાવવામાં આવ્યું હતું અને ડેવલપમેન્ટ તથા ફાઈનલ ટેસ્ટિંગ પૂરું થયા પછી સપ્ટેમ્બરમાં તેને ઓપરેશનલ જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈઝરાયેલી સેનાને તે સોંપી દેવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો હેતુ હાલના એર ડિફેન્સ નેટવર્કને બદલવાનો નથી પરંતુ તેમની ક્ષમતા વધારવાનો છે.

- Advertisement -

ફાઈબર લેસરથી રોકેટ, મિસાઈલોનો શિકાર

આયર્ન બીમ વીજળીની એનર્જી પર કામ કરે છે અને જ્યાં સુધી વીજળીનો સપ્લાય થઈ રહ્યો છે ત્યાં સુધી આયર્ન બીમ કામ કરતું રહેશે. આ ઉપરાંત તે લેસર લાઈટ કાઢે છે તો તેના ખતમ થવાની કોઈ વાત જ નથી. માત્ર ૨ ડોલરમાં રોકેટ સ્વાહા તો તે ઘણું સસ્તું છે. જોકે આ સિસ્ટમની પોતાની મર્યાદાઓ છે. લેસર હથિયાર ઓછી વિઝિબિલિટીવાળી સ્થિતિઓમાં ઓછા અસરકારક હોય છે જેમ કે ગાઢ વાદળો, ધૂળ કે બીજું ખરાબ હવામાન, જે બીમને નબળું પાડી દે છે.

આયર્ન બીમ એક શક્તિશાળી ફાઈબર લેસર કિરણ છોડે છે. આ લેસર લાઈટની સ્પીડ અંદાજે ૩૦૦,૦૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. આ લેસર કિરણ એક સિક્કાના કદ જેટલું પાતળું અને સચોટ હોય છે. સિસ્ટમની તાકાત લગભગ ૧૦૦kW હોય છે. આ દરમિયાન લેસરને દુશ્મનના ટાર્ગેટ પર લગભગ ૪-૫ સેકન્ડ માટે સ્થિર રાખવામાં આવે છે. આટલી બધી ઉર્જા એક જ પોઈન્ટ પર પડવાને કારણે તે હિસ્સો અત્યંત ગરમ થઈ જાય છે અને આકાશમાં જ ફાટીને ખતમ થઈ જાય છે.

Share This Article