વર્લ્ડ કપ ટી – 20માં અમેરિકા સામે પાકિસ્તાનનો પરાજય

Reena Brahmbhatt
1 Min Read

આણંદ, તા. 7: આણંદના વલ્લભવિદ્યાનગરની શેરીઓમાં ક્રિકેટ રમતા મોનાંક પટેલે અમેરિકાની ક્રિકેટ ટીમમાં કેપ્ટન પદ હાંસલ કરી વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે પ0 રન ફટકારી પાકિસ્તાનને પરાજય આપતા તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

t 20 world cup

- Advertisement -

મોનાંકના પિતા દિલીપભાઈ તેમજ કાકા અને દાદા પણ એક સારા ક્રિકેટનાં શોખનો વારસો ગળથુથીમાં જ મળ્યો હતો. મોનાંકના દાદા કહે છે કે મોનાંકને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો અને તે ઘરમાં પ્લાસ્ટીકનાં બોલથી ક્રિકેટ રમ્યા કરતો હતો. તેમજ થોડો મોટો થયા બાદ બંગલોની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ રમતો હતો અને ત્યાર બાદ તે અંડર 18માં પણ ક્રિકેટ રમ્યો હતો.

મોનાંકનાં મોટા ભાગનાં પરિવારજનો અમેરિકામાં સ્થાયી છે. જેથી તે અમેરિકા ગયો હતો અને ત્યાં નાની નાની કાઉન્ટી મેચો રમતો હતો. વર્ષ ર010માં તેને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું હતું અને ત્યારબાદ તે ર016માં સંપૂર્ણપણે અમેરિકામાં સ્થાયી થઈને ર018માં યુએસની ક્રિકેટ ટીમમાં વિકેટકિપર તરીકે સામેલ થયો હતો અને ત્યારબાદ તેને યુએસની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

- Advertisement -
Share This Article