South Korea 6th generation fighter Jet: ચીન-અમેરિકા બાદ હવે આ દેશે કરી 6th જનરેશન ફાઇટર પ્લેન બનાવવાની જાહેરાત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

South Korea 6th generation fighter Jet: ચીન અને અમેરિકા બાદ વધુ એક દેશ દક્ષિણ કોરિયા 6th જનરેશનનું ફાઈટર પ્લેન બનાવવાની રેસમાં સામેલ થયુ છે. એક સિનિયર એરોસ્પેસ એક્ઝિક્યુટીવે આ અંગે માહિતી આપી હતી. દક્ષિણ કોરિયા ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે. બંને દેશ સંરક્ષણ ક્ષેત્રે એકબીજાને સમર્થન પણ આપે છે. એવામાં દક્ષિણ કોરિયાની આ જાહેરાત ભારત માટે પણ લાભદાયી બનશે તેવી અટકળો વહેતી થઈ છે.

કોરિયા એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસના વાઈસ પ્રેસિડન્ટ શિન ડોંગ-હકે પેરિસ એર શૉમાં આ અંગે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવેલી ટેક્નોલોજીમાં 4.5th જનરેશનના ફાઈટર પ્લેન અને માનવ રહિત એર વ્હિકલ સામેલ છે. જે 6th જનરેશનના ફાઈટર પ્લેન પર સ્વિચ કરવાનું પ્રમુખ તત્ત્વ બની જશે.

- Advertisement -

ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ગાઢ સંબંધ

ભારત અને દક્ષિણ કોરિયાા વચ્ચે ગાઢ દ્વિપક્ષીય સંબંધ છે. બંને દેશ વચ્ચે 1962માં દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત થયા હતાં. જે 1973માં રાજદ્વારી સ્તર સુધી પહોંચ્યા હતાં. બંને દેશ આર્થિક, સાંસ્કૃતિક, સંરક્ષણ અને રાજકીય ક્ષેત્રોમાં આદાન-પ્રદાન કરે છે. બંને દેશોએ વ્યાપક ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે. 2015માં બંને દેશોએ પોતાના સંબંધોને એક ખાસ ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’નો દરજ્જો આપ્યો હતો. ભારતે દક્ષિણ કોરિયાનું K9 વજ્ર હોવિટ્ઝર ખરીદ્યું છે.

- Advertisement -

ચીન અને અમેરિકા બનાવી રહ્યું છે 6th જનરેશન ફાઈટર જેટ

ચીને 6th જનરેશનના ફાઈટર જેટના પ્રોટોટાઈપનું પરીક્ષણ શરૂ કર્યું હોવાની જાણકારી થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર આપી હતી. ચીને આ વિમાનને J-36 નામ આપ્યું છે. આ ફાઈટર જેટમાં ત્રણ Ws-10C ટર્બોફેન એન્જિન લાગેલા છે. J-36ની લંબાઈ 22 મીટર છે. તેના પાંખિયા 20 મીટર પહોળા છે. બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે, અમેરિકા બોઈંગને ફાઈટર પ્લેન વિકસિત કરવાના કોન્ટ્રાક્ટના માધ્યમથી 6th જનરેશન ફાઈટર પ્રોગ્રામને વેગ આપશે. તેનું નામ F-47 રાખવામાં આવ્યું છે. F-47નું ઉત્પાદન બોઇંગના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવશે. ટ્રમ્પે તેને ‘અત્યાર સુધીનું સૌથી ઘાતક વિમાન’ ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો કે ઘણા વર્ષોથી ગુપ્ત રીતે વિમાનનું પરીક્ષણ થઈ રહ્યું હતું.

- Advertisement -

FA-50 એ દક્ષિણ કોરિયાનો જુસ્સો વધાર્યો

ગત સપ્તાહે આયોજિત પેરિસ એર શૉમાં દક્ષિણ કોરિયાના KAI એ KF-21 બોરામે ફાઈટર જેટ પ્રદર્શિત કર્યા હતાં. તદુપરાંત ઈનોવેટિવ 4.5th જનરેશનનું ફાઈટર જેટ FA-50 અને માનવરહિત એર વ્હિકલ્સ પણ રજૂ કર્યા હતાં. આ બંને ફાઈટર જેટ માનવ રહિત એર વ્હિકલમાં એકીકૃત થઈ ઉડાન ભરી શકે છે. KF-21 દક્ષિણ કોરિયાનું પ્રથમ સ્થાનિક રૂપે ઉત્પાદિત 4.5th જનરેશનનું ફાઈટર જેટ છે. જે આગામી વર્ષના અંત સુધી કોરિયન એર ફોર્સમાં સામેલ થવાની શક્યતા છે.

મલ્ટીરોલ કોમ્બેટ UAVનું ટેસ્ટિંગ કરશે

શિને આગળ જણાવ્યું હતું કે, અમે એવી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી રહ્યા છે, જે 6th જનરેશનની ક્ષમતાઓનો આધાર છે. ખાસ કરીને UAV મામલે આ દિશામાં અનેક તકો રહેલી છે. KF-21 પોતાના સમકક્ષોથી અલગ છે. કારણકે, તેની સ્ટેલ્થ કેપેસિટી અને તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાયલટ સોફ્ટવેરના ઉપયોગના કારણે તે ઝડપથી 6th જનરેશનમાં તબદીલ થવા સક્ષમ છે. અમારી કંપની વર્ષના અંત સુધીમાં સિઓલ ઈન્ટરનેશનલ એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝિબિશન દરમિયાન મલ્ટી-રોલ કોમ્બેટ UAVના ફ્લાઈટ ટેસ્ટિંગ કરવાની યોજના ધરાવે છે.

Share This Article