Trump U-turn India Russia Oil: અમેરિકાની મજબૂરી કે રણનીતિ? ટ્રમ્પે ભારતને રશિયન તેલ ખરીદવા આપી છૂટ, સીનેટરે સ્વીકાર્યું સત્ય

Arati Parmar
4 Min Read

Trump U-turn India Russia Oil: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે રશિયન તેલ ખરીદવાને કારણે ભારત પર 25 ટકા વધારાના ટેરિફનો દંડ લગાવ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ રશિયન તેલ ખરીદવા બાબતે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે તેલ ખરીદીને ભારત રશિયાના યુદ્ધને ફંડ પૂરું પાડી રહ્યું છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે તો યુક્રેન યુદ્ધને ‘ભારતનું યુદ્ધ’ સુધી કહી દીધું હતું. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના રશિયન તેલ ખરીદવા પર ઘણો મોટો યુ-ટર્ન લીધો છે.

અમેરિકા હવે પોતે ભારતને રશિયન તેલ ખરીદવા માટે કહી રહ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાએ રશિયન તેલ ખરીદવા માટે ભારતને ‘એક મહિનાની પરવાનગી’ આપી છે. આ રવિવારે રશિયાના 2022માં યુક્રેન પરના હુમલા બાદ પહેલીવાર તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગઈ. આનાથી વિશ્વભરના દેશો પર ગંભીર અસર પડી છે. જેને જોતા ભારતે ફરી એકવાર રશિયન તેલ ખરીદવાનું શરૂ કરી દીધું છે.

- Advertisement -

ભારતના રશિયન તેલ ખરીદવા પર ટ્રમ્પનો યુ-ટર્ન

નવી દિલ્હીની મુશ્કેલીને સ્વીકારતા અમેરિકાએ ગયા અઠવાડિયે ભારતીય રિફાઇનર કંપનીઓને સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલને ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું કે આ પગલું ‘ગ્લોબલ માર્કેટમાં તેલનો પ્રવાહ ચાલુ રાખવા માટે’ લેવામાં આવ્યું છે.

અમેરિકાના સીનેટર રોજર માર્શલે પોતે સત્ય કબૂલ્યું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તો તે અમેરિકા માટે ફાયદાકારક છે. તેમણે કહ્યું કે ‘ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવા પર લાગેલા ઓઈલ બેન હટાવવા, મને લાગે છે કે અત્યારે અમેરિકા માટે કંઈક સારું થઈ રહ્યું છે.’ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા, ઈરાનને ઇન્ટેલિજન્સ માહિતી આપી રહ્યું છે છતાં અમેરિકાએ રશિયન તેલ પર લાગેલા પ્રતિબંધોમાં છૂટ આપી દીધી છે, શું તમને લાગે છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ યોગ્ય નિર્ણય છે?

- Advertisement -

આના પર બોલતા સીનેટર રોજર માર્શલે કહ્યું કે ‘જુઓ આ ઘણું જટિલ છે. જેમ કે ભારતને રશિયન તેલ ખરીદવા માટે છૂટ આપવી એવું કંઈક છે જે અત્યારે અમેરિકા માટે ફાયદાકારક છે. પરંતુ તમારે એક સમયે એક વસ્તુ પર ધ્યાન આપવું પડશે અને પરિસ્થિતિઓ કેવી રીતે બદલાય છે તેના પર દરરોજના હિસાબે નિર્ણય લેવા પડશે. મને પણ રશિયાની કોઈ જરૂર નથી પરંતુ આ બધી ખૂબ જ પડકારજનક સ્થિતિ છે.’

અમેરિકાનું ‘બેવડું ચરિત્ર’ કેવી રીતે ઉજાગર થઈ રહ્યું છે?

તમે તો 2022 થી જ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવા માટે ઘણો અવાજ ઉઠાવતા રહ્યા છો અને હવે અચાનક આનાથી પાછા હટી ગયા છો. તો હવે કેટલાક અમેરિકનોના મનમાં સવાલ એ છે કે હવે તમે રશિયન તેલના પ્રતિબંધોમાં છૂટ કેમ આપી રહ્યા છો? આના પર બોલતા સીનેટર રોજર માર્શલે કહ્યું કે ‘સીધી વાત છે કે અમે તેલની કિંમતો ઓછી કરવા માંગીએ છીએ. જુઓ મને રશિયન તેલની કોઈ જરૂર નથી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદી શકે છે પરંતુ અચાનક અમારી સામે સમસ્યા આવી ગઈ છે. 20 ટકાથી વધુ દુનિયામાં તેલનો સપ્લાય બંધ થઈ ગયો છે, તો રાષ્ટ્રપતિએ એવું રશિયાની મદદ માટે નહીં, પરંતુ અમેરિકાની મદદ માટે કર્યું છે.’

- Advertisement -
Share This Article