Ukraine drone attack: યુક્રેનનો રશિયા પર મોટો ડ્રોન હુમલો, બ્લેક સી પોર્ટ તુઆપ્સેમાં આગ અને ભારે નુકસાન

Arati Parmar
2 Min Read

Ukraine drone attack: યુક્રેને રવિવારે રાત્રે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં બ્લેક સી પર સ્થિત રશિયન તુઆપ્સે પોર્ટને મોટું નુકસાન થયું છે. આ હુમલ એટલા ભીષણ હતો કે, રશિયન ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરીઓમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાન થયું હતું. રશિયન એર ડિફેન્સ યુનિટે દાવો કર્યો હતો કે, આ હુમલામાં અમે યુક્રેનના 164 ડ્રોન તોડી પાડ્યા હતા. યુક્રેને કરેલા ડ્રોન હુમલામાં રશિયન સેનાને ઓઈલનો પુરવઠો પહોંચાડતી મોસ્કો નજીકની એક મહત્ત્વની પાઈપલાઈનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

રશિયાના એક રીજનલ અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેનના સતત ડ્રોન હુમલાના કારણે બ્લેક સી પર સ્થિત તુઆપ્સે ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું, જેનાથી પોર્ટને ભારે નુકસાન થયું છે. તુઆપ્સેની બહાર સ્થિત સોસ્રોવી ગામમાં ડ્રોનનો કાટમાળ પડતાં એક એપાર્ટમેન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

- Advertisement -

યુક્રેનનો ટાર્ગેટ ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરી

ક્રાસ્રોડારના સત્તાધીશોએ જણાવ્યું કે, ડ્રોનને હવામાં જ નષ્ટ કરાયા હતા, પરંતુ તેનો કાટમાળ જમીન પર પડતાં પોર્ટ પરની માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે. તુઆપ્સે ઓઈલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત તુઆપ્સે ઓઈલ રિફાઈનરીને યુક્રેન દ્વારા અવારનવાર ટાર્ગેટ કરાઈ રહી છે કારણ કે, અહીંથી રશિયન સેનાને મહત્ત્વની લોજિસ્ટિક મદદ મળે છે.

Share This Article