USA Flu News: સ્વાઈન ફ્લૂનો કહેર, અમેરિકા માં આ સિઝનમાં 216 બાળકોના મોત, સૌથી ઉંચો આંકડો

Arati Parmar
2 Min Read

USA Flu News :  અમેરિકામાં આ વખતની ફ્લુ સીઝનમાં 15 વર્ષ પહેલા સ્વાઇન ફ્લુ શરૂ થયો પછી સૌથી વધુ 216 અમેરિકન બાળકો મૃત્યુ પામ્યા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન એકલિપ્સ મુજબ ગયા વર્ષે આ આંકડો 207નો હતો. આમ આ આંકડો 2009-10 માં વિશ્વસ્તરે સ્વાઇન ફ્લુ ફેલાયો હતો તેના પછીનો સૌથી મોટો આંકડો છે.

જો કે હજી પણ ફ્લુ સીઝન ચાલી રહી છે. 2023-24નો ફ્લુથી મોતનો અંતિમ આંકડો વસંતની સીઝન શરૂ થાય નહીં ત્યાં સુધી ગણાતો નથી. અમેરિકન એકેડેમિક ઓફ પીડિયાટ્રિક્સના સેક્રેટરી ડો. સીન ઓલીયરીએ જણાવ્યું હતું કે હાલમાં આપણે જે જોઈ રહ્યા છે તે વર્તમાન આંકડો છે અને એક વખત સીઝન પૂરી થશે ત્યારે તેના આંકડા આવશે અને તે ચોક્કસપણે હાલના આંકડા કરતાં વધારે જ હશે.

- Advertisement -
TAGGED:
Share This Article