NEP Swachh Harit Vidyalaya Rating: ગુજરાતની શાળાઓનો રાષ્ટ્રીય સ્તરે દબદબો, ‘સ્વચ્છ-હરિત વિદ્યાલય રેટિંગ’માં રાજ્યની ૧૫ સ્કૂલોને કેન્દ્ર સરકારનું સર્વોચ્ચ સન્માન

Arati Parmar
3 Min Read

NEP Swachh Harit Vidyalaya Rating: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (National Education Policy – NEP 2020) ના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં એક વિશેષ શૈક્ષણિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત યોજાયેલા ‘સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ’ (Swachh Evam Harit Vidyalaya Rating – SHVR 2025-26) કાર્યક્રમમાં ગુજરાતની શાળાઓએ રાષ્ટ્રીય સ્તરે અદભુત સફળતા મેળવીને ડંકો વગાડ્યો છે. સમગ્ર દેશમાંથી કડક માપદંડોના આધારે થયેલી આખરી પસંદગીમાં ગુજરાતની કુલ ૧૫ શ્રેષ્ઠ શાળાઓને રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ સન્માન અને પ્રમાણપત્ર આપવા માટે પસંદ કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલી પ્રત્યેક શાળાને મળશે રૂ. ૧ લાખનું વિશેષ ફંડ

સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપતા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર (State Project Director) જે. રણજીત કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે વિજેતા જાહેર થયેલી ગુજરાતની આ ૧૫ શાળાઓને કેન્દ્ર સરકાર તરફથી ગૌરવશાળી રાષ્ટ્રીય સન્માન પત્ર એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, આ શાળાઓમાં પર્યાવરણની જાળવણી અને ટકાઉ ગ્રીન પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહી શકે તે માટે પ્રોત્સાહન સ્વરૂપે રાષ્ટ્રીય સ્તરથી પ્રત્યેક શાળાને રૂપિયા ૧ લાખનું વિશેષ ફંડ (Special Green Fund) પણ ફાળવવામાં આવશે.

- Advertisement -

રાજ્યની ૪૪ હજારથી વધુ સ્કૂલો વચ્ચે યોજાયું હતું કડક વેરિફિકેશન

ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ મળીને કુલ ૪૪,૦૦૦ થી વધુ શાળાઓએ આ રેટિંગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની વ્યવસ્થા, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, બિહેવિયર ચેન્જ તેમજ ‘મિશન લાઈફ’ (Mission LiFE) અંતર્ગત એનર્જી કન્ઝર્વેશન, રિસાયકલિંગ અને ઈકો-ક્લબ જેવા કડક માપદંડો તપાસવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી ૯ સભ્યોની કમિટી અને રાજ્ય કક્ષાની ૧૬ સભ્યોની કમિટી દ્વારા ઝીણવટભર્યું ક્રોસ વેરિફિકેશન (Cross Verification) કર્યા બાદ આ આખરી યાદી તૈયાર કરાઈ છે.

- Advertisement -

રાજકોટ-વડોદરા સહિત આ જિલ્લાઓની શાળાઓએ મારી બાજી

ગુજરાતમાંથી પસંદ થયેલી ૧૫ વિજેતા શાળાઓમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાની ૩ શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરાની ૨, નવસારીની ૨, પોરબંદરની ૨ તેમજ અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ અને મહેસાણા જિલ્લાની એક-એક શ્રેષ્ઠ શાળાએ નેશનલ લેવલે સ્થાન મેળવ્યું છે. શરૂઆતમાં જિલ્લા કક્ષાએથી ૨૬૨ અને રાજ્ય કક્ષાએથી ૨૦ શાળાઓ શોર્ટલિસ્ટ થઈ હતી, જેમાંથી આખરી ૧૫ સ્કૂલોએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો: Tapi Illegal Sand Mining Vyara: તાપીના કણજામાં નદીના પટ પર તંત્રનો મેગા દરોડો, ગેરકાયદે રેતી ખનનમાંથી ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત – Newz Cafe

- Advertisement -
Share This Article