PCOS and Fertility: Periods અનિયમિતથી લઈને PCOS અને fertility સુધી—શું આપણે ગંભીરતાથી વિચારીએ છીએ?

Arati Parmar
3 Min Read

PCOS and Fertility: Periods અનિયમિતથી લઈને PCOS અને fertility સુધી—શું આપણે ગંભીરતાથી વિચારીએ છીએ?

આજની યુવતીઓનું જીવન પહેલાં કરતાં ઘણું બદલાયું છે…

- Advertisement -

ઓછું શારીરિક કામ, લાંબા સમય સુધી બેસી રહેવું, ઊંઘનો અભાવ, સતત stress, અનિયમિત ખોરાક, વધતું વજન અને બદલાતી lifestyle…

આ બધાની અસર માત્ર શરીરના દેખાવ પર નહીં, હોર્મોનલ અને reproductive health પર પણ પડી શકે છે.

- Advertisement -

આંકડા શું કહે છે?

ભારતમાં menstrual disorders અંગે થયેલા બે દાયકાના સંશોધનોની સમીક્ષામાં વિવિધ અભ્યાસોમાં કોઈને કોઈ menstrual disorderનું પ્રમાણ 3%થી 87% સુધી જોવા મળ્યું છે. આ જ reviewમાં irregular lifestyle, obesity અને inadequate diet જેવા પરિબળો menstrual disorders સાથે જોડાયેલા હોવાનું નોંધાયું છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં adolescents અને young women પર થયેલા એક અભ્યાસમાં 44.83%માં irregular menstrual cycle નોંધાયો હતો. એ જ અભ્યાસમાં PCOSનું પ્રમાણ 14.14% હતું.

અને ભારતીય adolescent girls અંગેની 12 અભ્યાસોની systematic reviewમાં Rotterdam criteria પ્રમાણે PCOSનું pooled prevalence 17.74% મળ્યું—અર્થાત્ અભ્યાસમાં સામેલ જૂથમાં લગભગ દર 5માંથી 1.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ છે…

Periods irregular થવા પાછળ માત્ર lifestyle જ જવાબદાર નથી.

Genetics, PCOS, thyroid અને અન્ય hormonal disorders, ખૂબ ઓછું કે વધારે વજન, stress અને કેટલીક બીજી medical conditions પણ કારણ બની શકે છે.

ખાસ કરીને PCOSમાં ovulation અનિયમિત થઈ શકે છે, જેના કારણે pregnancyમાં મુશ્કેલી આવી શકે છે. WHO તેને infertilityના મુખ્ય કારણોમાંનું એક માને છે.

એટલે શું આજે infertility વધી રહી છે?

Infertilityને માત્ર મહિલાઓની સમસ્યા માનવી પણ ખોટું છે.

WHO મુજબ infertility male factors, female factors, બંને અથવા unexplained factorsના કારણે થઈ શકે છે. Obesity, smoking, excessive alcohol અને અન્ય lifestyle factors fertilityને અસર કરી શકે છે.

મહિલાઓમાં ovulationની સમસ્યા, PCOS, fallopian tubes અથવા uterusની સમસ્યાઓ સહિત અનેક કારણો હોઈ શકે છે.

અને વાત અહીં અટકતી નથી…

આજની lifestyleની ચર્ચા માત્ર “periods સમયસર આવે છે કે નહીં?” સુધી સીમિત ન હોવી જોઈએ.

આપણે વાત કરવી પડશે—

Sleep 💤
Stress 🧠
Food 🍔
Exercise 🏃‍♀️
Weight ⚖️
PCOS
Hormonal health
Reproductive health
અને ભવિષ્યની fertility વિશે.

કારણ કે આજની lifestyleના કેટલાક નિર્ણયો આવતીકાલના માતા-પિતા બનવાની journeyને પણ અસર કરી શકે છે.

પણ એક વાત યાદ રાખવી જરૂરી છે—

❌ “Irregular periods એટલે infertility” — ખોટું.

❌ “Lifestyle જ infertilityનું એકમાત્ર કારણ છે” — ખોટું.

પરંતુ irregular periodsને વારંવાર અવગણવું પણ યોગ્ય નથી.

શરીર જ્યારે વારંવાર signal આપે છે, ત્યારે તેને “આ તો normal છે” કહીને દબાવી દેવા કરતાં કારણ શોધવું વધારે જરૂરી છે.

સવાલ માત્ર યુવતીઓ માટે નથી…

શું આપણે આપણા બાળકોને માત્ર ભણતર અને career માટે તૈયાર કરી રહ્યા છીએ, કે પછી healthy lifestyle, sleep, nutrition, exercise અને reproductive health વિશે પણ સમજ આપી રહ્યા છીએ?

કારણ કે Parentingની તૈયારી બાળકના જન્મ પહેલાં નહીં…
ઘણી વાર તેની શરૂઆત આપણા lifestyleથી જ થાય છે.

Share This Article