PUC Mobile Number Update: PUC વગર 10,000 રૂપિયાનો ભારે દંડ લાગી શકે છે, PUC બનાવડાવવા માટે હવે વાહનના રજિસ્ટ્રેશન સાથે એક્ટિવ મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે નંબર અપડેટ કર્યા વિના પોલ્યુશન સેન્ટર પર ટેસ્ટ કરાવ્યા બાદ પણ સિસ્ટમ તમારું સર્ટિફિકેટ જારી કરશે નહીં. જો તમારો નંબર રજિસ્ટ્રેશન સાથે અપડેટ નથી, તો ઘરે બેઠા તમારા સ્માર્ટફોનની મદદથી માત્ર 2 મિનિટમાં નંબર અપડેટ કરી શકો છો.
આ માટે તમારે RTO અથવા કોઈપણ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આખી પ્રક્રિયા Vahan પોર્ટલ પર થઈ જશે.
મોબાઇલ નંબર લિંક હોવો શા માટે જરૂરી?
પરિવહન વિભાગે નકલી અને મેન્યુઅલ પોલ્યુશન સર્ટિફિકેટ પર રોક લગાવવા માટે સિસ્ટમને Vahan પોર્ટલ સાથે જોડી દીધી છે. હવે પોલ્યુશન તપાસ કેન્દ્ર પર વાહનનું ટેસ્ટ થાય છે ત્યારે વિગતો સીધી સર્વર પર અપડેટ થાય છે. ત્યારબાદ વાહન માલિકના નંબર પર OTP મોકલીને વેરિફિકેશન થાય છે અને ડિજિટલ રસીદ મોકલવામાં આવે છે.
આવી સ્થિતિમાં જો મોબાઇલ નંબર લિંક ન હોય, તો સર્વર ફોર્મ 59 એટલે કે ડિજિટલ PUC જનરેટ કરવાની મંજૂરી આપતું નથી.
2 મિનિટમાં નંબર કરો લિંક
- સૌથી પહેલાં ફોનના બ્રાઉઝરથી parivahan.gov.in પર જાઓ.
- હવે હોમપેજ પર મેનૂમાં જઈને Vehicle Related Services પર ક્લિક કરો અને તમારું રાજ્ય પસંદ કરો.
- ત્યારબાદ Other Services ટેબમાં Update Mobile નંબરનો વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબર નાખીને આધાર આધારિત e-KYC અથવા મોબાઇલ OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
- ત્યારબાદ તમારો નંબર લિંક થઈ જશે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- જો તમારો નંબર લિંક નથી, તો પોલ્યુશન તપાસ કેન્દ્ર પર તમારી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે નહીં અને તમારે સર્ટિફિકેટ વિના જ પાછા ફરવું પડશે.
- PUC ન હોવા પર તમારો 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે અથવા પછી 3 મહિના સુધીની જેલ થઈ શકે છે.
- ઓનલાઈન નંબર લિંક કરતી વખતે તમારી સાથે વાહનની RC રાખો. તેની મદદથી તમે ચેસિસ અને એન્જિન નંબર સાચી રીતે ભરી શકશો. નંબર અપડેટ થતાં જ તમે કોઈપણ તપાસ કેન્દ્ર પર તમારું PUC બનાવડાવી શકશો.

