Pension Life Certificate: સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જેમના માતા-પિતા તેમના સરકારી નોકરી કરતા સંતાનના મૃત્યુ પછી ફેમિલી પેન્શન મેળવે છે, તેમને હવે દર વર્ષે પોતાનું લાઇફ સર્ટિફિકેટ આપવું પડશે. આ નવો નિયમ કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય (DoPPW) દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ્ય એ છે કે, પેન્શન યોગ્ય વ્યક્તિને અને યોગ્ય દરે મળે.
પહેલા નિયમોમાં હતી ખામી- પહેલા જે માતા-પિતા વધારેલું ફેમિલી પેન્શન (75% વાળી enhanced rate) લઈ રહ્યા હતા, તેમને આ સાબિત કરવા માટે દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ આપવાની જરૂર નહોતી. એનો અર્થ એ છે કે, સરકાર ચેક જ કરતી નહોતી કે બંને માતા-પિતા હજુ પણ જીવિત છે કે નહીં. આ જ કારણથી ઘણી વખત એક માતા/પિતાના અવસાન પછી પણ વધારેલું પેન્શન મળતું રહેતું. જ્યારે નિયમ મુજબ, આવી સ્થિતિમાં પેન્શન 75%થી ઘટીને 60% થવું જોઈએ. સરકારે આ ભૂલને રોકવા માટે નવો નિયમ લાગુ કર્યો છે.
કઈ રીતે મળે છે વધારેલું પેન્શન?- CCS (EOP) Rules, 2023ના Rule 12(5) હેઠળ, જો કોઈ મૃત સરકારી કર્મચારીના ન તો કોઈ યોગ્ય બાળક છે અને ન તો જીવનસાથી, તો તેના માતા-પિતા ફેમિલી પેન્શનના હકદાર હોય છે. આમાં બે પ્રકારની ચુકવણી નક્કી કરવામાં આવી છે. જો બંને માતા-પિતા જીવિત હોય તો 75%નું પેન્શન અને જો માતા-પિતા માંથી માત્ર એક જીવિત હોય તો 60%નું પેન્શન મળે છે. માતા-પિતાની કોઈ અન્ય આવકનો આ પેન્શન પર કોઈ અસર નથી થતો.
દર વર્ષે સર્ટિફિકેટ જરૂરી-સરકારના નવા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આગળથી દર વર્ષે બંને માતા-પિતાને લાઇફ સર્ટિફિકેટ જમા કરવું પડશે. આથી એ સુનિશ્ચિત થશે કે, જો કોઈ એકનું અવસાન થાય છે, તો પેન્શન તરત જ 75%થી ઘટીને 60% પર આવી જાય અને ઓવરપેમેન્ટ ન થાય.
આ બદલાવ કેમ મહત્વનો છે?-સરકાર ઇચ્છે છે કે, ફેમિલી પેન્શનની ચુકવણી સચોટ અને વાસ્તવિક સ્થિતિ અનુસાર થાય. લાઇફ સર્ટિફિકેટની અનિવાર્યતાથી આ સુનિશ્ચિત થશે કે, જે માતા અથવા પિતા જીવિત રહેવા પર enhanced rate મળે છે, તે મુજબ પેન્શન નક્કી થાય.
લાઇફ સર્ટિફિકેટની ડેડલાઇન- બધા પેન્શનર્સ માટે 30 નવેમ્બરે લાઇફ સર્ટિફિકેટ જમા કરવાની અંતિમ તારીખ છે. સમયસર જમા થવાથી પેન્શન કોઈ અવરોધ વગર ચાલુ રહેશે. જો 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ જમા ન કરવામાં આવે, તો સામાન્ય રીતે ડિસેમ્બરથી પેન્શનની ચુકવણી રોકી દેવામાં આવે છે. જમા અને ચકાસણી પછી જ પેન્શન ફરીથી ચાલુ થશે.

