યુથ ઓલિમ્પિકમાં ધિનિધિ દેશિંગુની ઐતિહાસિક સિદ્ધિ, સ્વિમિંગમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો.
Youth Olympics 2026: યુથ ઓલિમ્પિકમાં ભારત માટે ધિનિધિ દેશિંગુએ સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મહિલા 100 મીટર ફ્રીસ્ટાઇલની ફાઇનલમાં તેઓ 56.27 સેકન્ડનો સમય લઈને ત્રીજા સ્થાને રહ્યાં હતાં. ક્રોએશિયાની એના બોબાનોવિચે 55.89 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની એલિસા લૉસન 56.13 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. વૈશ્વિક મંચ પર કોઈપણ વયજૂથમાં ભારતનો આ પ્રથમ સ્વિમિંગ મેડલ છે.
બેંગલુરુની 16 વર્ષીય ધિનિધિ દેશિંગુએ આ પહેલાં હીટમાં 56.80 સેકન્ડનો સમય નોંધાવીને પોતાની સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેઓ ફાઇનલ માટે ત્રીજા સૌથી ઝડપી તરવૈયા તરીકે ક્વોલિફાય થયાં હતાં. હીટમાં બોબાનોવિચ (56.22 સેકન્ડ) અને લૉસન (56.53 સેકન્ડ) જ તેમના કરતાં ઝડપી રહ્યાં હતાં. પેરિસ ગેમ્સમાં તેઓ ભારતનાં સૌથી યુવાન એથ્લેટ હતાં.
The moment Dhinidhi Desinghu etched her name in Youth Olympic history! 🥉🇮🇳
#Dakar2026 #YouthOlympics https://t.co/XNWqhj8ubG
— Olympic Khel ™ (@OlympicKhel) November 2, 2026
ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયાં ખુશ્બૂ
બીજી તરફ, જુડો ખેલાડી ખુશ્બૂ રાજકભાઈ દરજાડાએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ખુશ્બૂ યુથ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારાં બીજા ભારતીય જુડો ખેલાડી છે. મહિલા 63 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેમને જર્મનીની કેડેટ વિશ્વ ચેમ્પિયન જોલિના રેઇનહોલ્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતનાં ખુશ્બૂ પાસે યુથ ઓલિમ્પિકમાં જુડોનો પ્રથમ ગોલ્ડ જીતનારાં ભારતીય બનવાની તક હતી, પરંતુ તેઓ તે ચૂકી ગયાં.
A proud moment for Indian sport! 🇮🇳🥈
Khushbu Darjada brings home silver from the Youth Olympic Games Dakar 2026, finishing on the podium in the Women’s −63 kg Judo category.
Congratulations, Khushbu! Your silver is a moment of pride for VBF and India. 👏
#Silver #Judo #VBF https://t.co/CCd4NaPor0
— Vijayi Bharat Foundation (VBF) (@VijayiBharat_SA) November 2, 2026
ખુશ્બૂ દરજાડાનું નિવેદન
“યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીતવો ખૂબ જ વિશેષ અનુભવ છે. મેં દરેક મુકાબલામાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને જે રીતે લડીને હું ફાઇનલ સુધી પહોંચી, તેનાથી હું ખુશ છું. મારી ગોલ્ડ મેડલ જીતવાની ખૂબ ઇચ્છા હતી, પરંતુ આ અનુભવે મને ઘણું શીખવ્યું છે અને વધુ સખત મહેનત કરવા માટે પ્રેરણા આપી છે. હું છેલ્લાં ત્રણ વર્ષથી VBFમાં ટ્રેનિંગ લઈ રહી છું. મારા કોચ, પરિવાર અને જે લોકોએ પણ મને સમર્થન આપ્યું છે, તે તમામ આ સફરનો મોટો હિસ્સો રહ્યા છે. હું આ તક માટે આભારી છું અને આશા રાખું છું કે આવનારા સમયમાં ભારત માટે હજી ઘણું બધું હાંસલ કરીશ.” – ખુશ્બૂ દરજાડા, યુથ ઓલિમ્પિક મેડલ વિજેતા.
આ પહેલાં થાંગજામ તબાબી દેવીએ યુથ ઓલિમ્પિકમાં ભારત માટે જુડોનો એકમાત્ર મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે 2018માં આર્જેન્ટિનાના બ્યુનોસ આયર્સમાં યોજાયેલા યુથ ઓલિમ્પિકમાં મહિલા 44 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

