સેનાએ સુરક્ષા વ્યવસ્થા વધારી, પુંછ-રાજૌરી સેક્ટરમાં 40થી વધુ વિદેશી આતંકીઓ ધ્યાન પર આવ્યા

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

જમ્મુ: છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ અને કાશ્મીર વિસ્તારમાં એક પછી એક આતંકવાદી હુમલા થતા સ્થિતિ તાણવભરી બની હતી, એવામાં જમ્મુ સેક્ટરમાં ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે, અહેવાલો મુજબ પીર પંજાલ રેન્જની દક્ષિણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદ નેટવર્કને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં લગભગ 35-40 વિદેશી આતંકીઓ સક્રિય છે અને તેઓ નાની ટીમોમાં કામ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આતંકવાદીઓની સંખ્યાનું મૂલ્યાંકન ગુપ્તચર એજન્સીઓ અને જમીન પર કામ કરી રહેલા સુરક્ષા દળો પાસેથી મળેલા ઈનપુટ પર આધારિત કરવામાં આવ્યું છે. એહવાલ મુજબ વિદેશી આતંકવાદીઓ પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ સાથે સંકળાયેલા છે, જેઓ જમ્મુ ક્ષેત્રના રાજૌરી, પૂંચ અને કઠુઆ સેક્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી આતંકવાદ નેટવર્કને ફરી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

indian army in jangal

નોંધનીય છે કે હાલમાં જ રિયાસી અને કઠુઆમાં આતંકવાદીઓએ હુમલા કર્યા હતા, આતંકવાદીઓએ હિન્દુ તીર્થયાત્રીઓ અને સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. તાજેતરની સુરક્ષા સમીક્ષા બેઠકોમાં, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિસ્તારોમાં બીજા સ્તરની આતંકવાદ વિરોધી ગ્રીડને વધુ મજબૂત કરવાની જરૂર છે.

- Advertisement -

ભારતીય સેનાએ આ વિસ્તારમાં કામગીરી કરવા માટે છેલ્લા કેટલાક મહિનામાં વધારાના સૈનિકો પણ તૈનાત કર્યા છે. બખ્તરબંધ વાહનો પણ મોટી સંખ્યામાં ફાળવવામાં આવ્યા છે. સેના પાસે આ વિસ્તારમાં લગભગ 200 બખ્તરબંધ વાહનો છે, જેને સેનાએ ઈમરજન્સી ખરીદી પ્રક્રિયા હેઠળ ખરીદ્યા છે.

આ વાહનોનો ઉપયોગ સૈન્ય દ્વારા તેમની જવાબદારીના વિસ્તારોમાં ક્વિક રિએક્શન ટીમો સાથે ફરવા માટે કરવામાં આવે છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદી સપોર્ટ સ્ટ્રક્ચર સામે કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં આ આતંકીઓ સામે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થવાની સંભાવના છે.

- Advertisement -
Share This Article