Earthquake in Valsad: ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપ, વલસાડમાં 2.6ની તીવ્રતા પર ધરા કંપી!

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Earthquake in Valsad: વલસાડમાં (Valsad) આજે (પહેલી માર્ચ) ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2.6ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (28મી ફેબ્રુઆરી) ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

- Advertisement -

Share This Article