Rupee Low: શેરબજારમાં ઘટાડા સાથે રૂપિયામાં પણ કડાકો, ભાવ રૂ. 87.54ના તળિયે પહોંચ્યો!

Arati Parmar
3 Min Read

Rupee Low: મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં તીવ્ર કડાકો બોલાતાં કરન્સી બજારમાં રૂપિયા પર તેની અસર આજે પ્રતિકૂળ જોવા મળી હતી. તથા રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૭.૨૧ વાળા આજે સવારે રૂ.૮૭.૩૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૭.૨૬ થયા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૭.૫૦ પાર કરી રૂ.૮૭.૫૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૪૯ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૨૮ પૈસા વધતાં રૂપિયો ૦.૩૨ ટકા તૂટી ગયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ગબડતાં તેના પગલે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયાને નીચા મથાળે સપોર્ટ મળ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.

- Advertisement -

દરમિયાન, ભારતમાં વેરાકિય ખાધ-ફિસ્કલ ડેફીસીટ ૧૦ મહિનામાં નોંધપાત્ર વધ્યાના સમાચાર મ ળ્યા હતા અને તેના પગલે પણ કરન્સી બજારમાં રૂપિયા પર અસર દેખાઈ હતી. શેર બજાર ગબડતાં દેશમાંથી ડોલરનો આઉટફલો વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, રિઝર્વ બેન્કે ૧૦ અબજ ડોલરના ડોલરૂરૂપી સ્વેપની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રવાહીતા વધારવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઓકશનને સારો પ્રતિસાદ મળ્યાની ચર્ચા હતી. આ ઓકશનનું સેટલમેન્ટ ૪ તથા ૬ માર્ટે થશે એવું જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ આજે વધી ૧૦૭ની સપાટી પાર કતતરી હવે ઉંચામાં ૧૦૭.૪૫ થઈ ૧૦૭.૩૫ રહ્યાના નિર્દેશોે હતા.

દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૩ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૦૯.૮૫ થઈ છેલ્લે રૂ.૧૧૦.૨૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૪૪ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૯૦.૬૪ થઈ છેલ્લે ભાવ રૂ.૯૦.૯૯ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૨ ટકાની નજીવી વૃદ્ધી બતાવતી હતી. સામે ચીનની કરન્સી ૦.૧૭ ટકા ઉંચકાઈ હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે બદલાતી ટેરીફ પોલીસીના પગલે વૈશ્વિક સ્તરે બજારમાં અજંપો વધ્યાના સમાચાર મળ્યા હતા. ડોલર સામે જાપાનની કરન્સી ફેબુ્રઆરી મહિનામાં ૩.૬૦ ટકા ઉંચકાઈ હતી. જાપાનમાં વ્યાજ દર વધારવાનો ટ્રેન્ડ શરૂ થયાના વાવડ હતા. કેનેડાના ડોલરના ભાવ આ વિકમાં દોઢ ટકો તૂટયા હતા. દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ ૪.૭૦ અબજ ડોલર વધી ૬૪૦.૪૭ અબજ ડોલર થયાના સમાચાર આજે મળ્યા હતા.

- Advertisement -

ફોરેક્સ ભાવ

ડોલર રૂ ૮૭.૪૯

- Advertisement -

પાઉન્ડ રૂ ૧૧૦.૨૨

યુરો રૂ ૯૦.૯૯

યેન રૂ ૦.૫૮

Share This Article