Gold Price Today: ચાંદીમાં તેજી, રૂ.2000નો ઉછાળો, સોનામાં સ્થિરતા સાથે સુધારો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: મુંબઈ ઝવેરી બજારમાં આજ સોનાના ભાવમાં આરંભમાં મંદી આગળ વધ્યા પછી બપોર પછી ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. ચાંદીમાં પણ ઘટયા ભાવથી બજાર ઝડપી ઉંચકાઈ હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નીચા ભાવથી ઉછાળો બતાવતા હતા.

વૈશ્વિક સોનામાં નીચા મતાળે ચીન સહિત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી વધ્યાના વાવડ હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશનાી ૩૦૩૮થી ૩૦૩૯ વાળા આજે નીચામાં ૨૯૭૧થી ૨૯૭૨ થયા પછી ભાવ ઉછળી ઉંચામાં ૩૦૫૫થી ૩૦૫૬ થઈ ૩૦૧૯થી ૩૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

- Advertisement -

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૮૮૫૦૦ વાળા રૂ.૮૮૦૪૭ ખુલી રૂ.૮૮૭૨૮ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૮૫૦ વાળા રૂ.૮૮૪૦૧ ખુલી રૂ.૮૯૦૮૫ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોનિા જીએસટી વગર રૂ.૮૮૧૦૦ વાળા રૂ.૯૦૩૯૨ રહ્યા હતા.   જેથી અર્થતંત્રને પીઠબળ મળી શકે એવા સમાચાર આવ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ ઘટતા અટકી રૂ.૨૦૦૦વધી રૂ.૯૧૦૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ઘટતા અટકી ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા.

ડોલર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૯.૫૯ વાળા નીચામાં ૨૮.૩૫ થયા પછી ફરી વધી ઉંચામાં ભાવ ૩૦.૮૧થઈ ૩૦.૧૪થી ૩૦.૧૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ  ૯૧૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૧૬ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ ૪.૮૬ ટકા વધુ તૂટયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યા હતા. બ્રેન્ડ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૫૧ થયા પછી વધી ૬૪.૧૦ ડોલર રહ્યા હતા જ્યારે  યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૮.૯૫ થઈ ૬૦.૩૯ ડોલર રહ્યા હતા.

Share This Article