IPL 2025 PBKS VS RCB: IPLમાં કોહલીએ રચ્યો ઈતિહાસ, સૌથી વધુ 50+ સ્કોરવાળો બેટર બન્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

IPL 2025 PBKS VS RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગ-2025માં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં બેંગલુરુનો સાત વિકેટે વિજય થયો છે. આ સાથે બેંગલુરુના બેટર વિરાટ કોહલીએ પણ ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ સૌથી વધુ 50થી વધુ રન કરવાનો ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો છે.

કોહલીની વિસ્ફોટક બેટિંગથી બેંગલુરુની જીત

- Advertisement -

મેચની વાત કરીએ તો આજે મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પંજાબે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેંગલુરુએ કોહલીની ધમાકેદાર બેટિંગની મદદથી 18.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 159 રન બનાવીને જીત હાંસલ કરી છે.

કોહલીએ તોડ્યો રેકોર્ડ

વિરાટ કોહલી (Virat Kohli)એ આજની મેચમાં ફિફ્ટી ફટકારી ડેવિડ વોર્નર (David Warner)નો રેકોર્ડ તોડી ઈતિહાસ રચી દીધો છે. કોહલી સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગયો છે. કોહલીએ આજે પંજાબ સામે 54 બોલમાં સાત ફોર અને એક સિક્સ સાથે 73 રન નોંધાવ્યા હતા. તેણે આઈપીએલના ઈતિહાસમાં 50થી વધુ રન (Most Fifty Plus Scores) બનાવવાનો ડેવિડ વોર્નર (66 વખત)નો રેકોર્ડ તોડી આજે 67મી વખત 50થી વધુ રન નોંધાવ્યા છે.

કોહલીના નામે સૌથી વધુ સદીનો પણ રેકોર્ડ

વોર્નરે અત્યાર સુધીમાં કુલ 184 મેચો રમી હતી, જેમાં તેણે 6556 રન નોંધાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ કુલ 260 મેચમાં 8326 રન બનાવ્યા છે. વિરાટ કોહલીના નામે સૌથી વધુ સદી કરવાનો રેકોર્ડ પણ છે, તેણે અત્યાર સુધીમાં કુલ આઠ સદી ફટકારી છે. જ્યારે વોર્નરે કુલ ચાર સદી નોંધાવી છે.

Share This Article