Gold price today: સોનામાં આંચકા પછી બજારમાં ઉછાળો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Gold price today: મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. સામે ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.  વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૯થી ૩૩૨૦ ડોલરવાળા ઉંચામાં ૩૩૬૭ થઈ ૩૩૨૯થી ૩૩૩૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૭૦૦ વાળા રૂ.૯૫૯૦૦ જ્યારે ૯૯૯ના રૂ.૯૬૦૮૫ વાળા રૂ.૯૬૨૮૬ રહ્યા હતા.

- Advertisement -

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૯૬૬૧૩ વાળા રૂ.૯૭૬૩૪ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૨.૯૦ વાળા વધી ૩૩.૬૪ થઈ ૩૩.૩૪થી ૩૩.૩૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૯૮ હજાર રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ના મથાળે જળવાઈ રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૮૦ ડોલર થઈ ૯૭૯ ડોલર જ્યારે પેલેડીયમના ભાવ વધી ૯૫૦ થઈ ૯૪૯ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૬ ટકા માઈન્સમાં રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૬.૫૪ ડોલર જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૨.૮૪ ડોલર રહ્યા હતા.

Share This Article