S. Jaishankar: યુરોપ પર વિદેશ મંત્રી જયશંકરનો તીવ્ર પ્રહાર, ભારતને ભાષણ નહીં, સાથીદારોની જરૂર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

S. Jaishankar: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં, પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતાં લોકોની તો જરૂર જ નથી.

ડો. એસ. જયશંકરે આર્કિટેક સર્કલ ઈન્ડિયા ફોરમ 2025માં વિશ્વની બદલાતી સ્થિતિ પર વાત કરતાં યુરોપને સંભળાવ્યું હતું કે, ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે, જે અંદરોઅંદર સન્માન અને સમજણની લાગણી ધરાવતા હોય. અમુક યુરોપિયન દેશો હજી પોતાના મૂલ્યો અને કાર્યો વચ્ચે તફાવત રાખી રહ્યા છે. જ્યારે અમે વિશ્વ તરફ નજર કરીએ છીએ, ત્યારે અમે પાર્ટનર્સની શોધ કરીએ છીએ. સલાહકારોની નહીં. ખાસ કરીને એવા સલાહકારો તો નહીં જ કે, જે તેમના પોતાના ઘરમાં કોઈ કામગીરી કરી રહ્યા નથી અને તે વિદેશને ઉપદેશ (સલાહ) આપે છે. યુરોપ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. ભારત એવા દેશો સાથે કામ કરવા માગે છે, જે પ્રમાણિકપણે વ્યવહાર અને સહયોગ આપતાં હોય.

- Advertisement -
Share This Article