How Missiles Hit Targets with Pinpoint Accuracy: પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાનો કડક જવાબ આપતાં ભારતીય સેનાએ ઓપરેશન સિન્દૂર હેઠળ પાકિસ્તાનનાં 9 આતંકી ઠેકાણાંઓ (બહાવલપુર, મુરીદકે, ચક અમરૂ, સિયાલકોટ, ભીમ્બેર, ગુલપુર, કોટલી, બાઘ અને મુઝફ્ફરાબાદ) પર સચોટ મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં દુશ્મનના ઠેકાણાંઓને ભારે નુકસાન થયું છે. આ હુમલો આતંકવાદના મૂળને હચમચાવી નાખે એવો છે. મિસાઇલોની ચોકસાઈ એટલી જબરદસ્ત હતી કે દરેક લક્ષ્ય સીધું આતંકવાદી માળખા પર અથડાયું
હવે પ્રશ્ન એ છે કે મિસાઇલો પોતાના લક્ષ્યો પર સચોટ હુમલો કેવી રીતે કરે છે? આ પાછળ કઈ ટેકનોલોજી છે, જે તેમને સીધા લક્ષ્ય સુધી લઈ જાય છે? આજે, આ સમાચાર દ્વારા, અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મિસાઇલ એ ઓટોમેટેડ હથિયાર હોય છે. તેમાં ચાર મુખ્ય ભાગ હોય છે – પ્રપલ્શન સિસ્ટમ, ગાઇડન્સ સિસ્ટમ, કન્ટ્રોલ સિસ્ટમ અને વોર્હેડ.
પ્રપલ્શન સિસ્ટમ
આ સિસ્ટમથી મિસાઇલને ગતિ મળે છે. તેમાં રોકેટ મોટર અથવા જેટ એન્જિન હોય છે, જે મિસાઇલને તેના લક્ષ્ય સુધી લઈ જવાનું કામ કરે છે.
ગાઇડન્સ સિસ્ટમ
આ સિસ્ટમ મિસાઇલને રસ્તો બતાવવાનું કામ કરે છે જેથી તે ચોકસાઈ સાથે તેના લક્ષ્ય સુધી પહોંચી શકે. મિસાઇલની ચોકસાઈ માટે આ સિસ્ટમ સૌથી મહત્વની હોય છે.
કન્ટ્રોલ સિસ્ટમ
આ મિસાઇલની દિશા, ઊંચાઇ અને ઝડપને નિયંત્રિત કરે છે. આથી મિસાઇલને લક્ષ્ય પર માર કરવા માટે મદદ મળે છે.
વોર્હેડ
આ ભાગનું કામ લક્ષ્યને નુકસાન પહોંચાડવાનું હોય છે. તેમાં વિસ્ફોટક હોય છે જે ટારગેટને ધ્વસ્ત કરે છે.
મિસાઇલમાં વપરાતી ગાઇડન્સ સિસ્ટમ ખૂબ જ અગત્યની હોય છે કારણ કે એ જ મિસાઇલને લક્ષ્ય સુધી ચોકસાઈથી પહોંચાડે છે. ગાઇડન્સ સિસ્ટમ પાંચ પ્રકારની હોય શકે છે:
- ઇનર્સિયલ ગાઇડન્સ સિસ્ટમ
- GPS આધારિત ગાઇડન્સ
- ઍક્ટિવ રડાર હોમિંગ
- પેસિવ હોમિંગ
- લેસર ગાઇડન્સ
ઇનર્સિયલ ગાઇડન્સ સિસ્ટમ
આ સિસ્ટમ મિસાઇલમાં લગાયેલા જાયરોસ્કોપ અથવા એક્સેલેરોમીટરથી કામ કરે છે. તે મિસાઇલની ઝડપ, ટારગેટથી અંતર અને દિશા નક્કી કરે છે.
GPS આધારિત ગાઇડન્સ
GPS સિસ્ટમવાળી મિસાઇલમાં GPS રીસીવર હોય છે જે સેટેલાઇટથી મળતા સિગ્નલના આધારે લોકેશન ટ્રેક કરે છે. લાંબી દૂરીની ક્રૂઝ કે બેલિસ્ટિક મિસાઇલમાં આ વધુ ઉપયોગી છે.
ઍક્ટિવ રડાર હોમિંગ
આ ગાઇડન્સ સિસ્ટમ હવાથી હવામાં માર કરતી મિસાઇલમાં ઉપયોગ થાય છે. મિસાઇલ પોતે રડાર સિગ્નલ મોકલે છે અને ટારગેટથી ટકરાયને પાછા આવેલા સિગ્નલને પકડીને હુમલો કરે છે.
પેસિવ હોમિંગ
આમાં મિસાઇલ પોતે સિગ્નલ મોકલતી નથી પરંતુ ટારગેટમાંથી નીકળતી ગરમી અથવા રેડિયો સિગ્નલને પકડીને લક્ષ્ય પર હુમલો કરે છે. ઇન્ફ્રારેડ ગાઇડેડ મિસાઇલો આ સિસ્ટમ પર આધારિત હોય છે. આ ટૂંકી દૂરીની મિસાઇલોમાં વપરાય છે.
લેસર ગાઇડન્સ
આમાં ટારગેટ પર લેસર બીમ નાખવામાં આવે છે. મિસાઇલ આ બીમને ફોલો કરીને ટારગેટ પર હુમલો કરે છે.