Storm Shadow Missile: ભારતનો આતંકવાદ સામેનો સખત પ્રહાર, સ્ટોર્મ શેડો મિસાઈલથી પાકિસ્તાનમાં સફળ સર્જિકલ સ્ટ્રાઈક

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Storm Shadow Missile: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ ઉપર વધુ એક પ્રહાર કર્યો છે. ઓપરેશન સિંદુરની મદદથી પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા ૯ આતંકી ઠેકાણાઓ ઉપર ૨૪ જેટલી મિસાઈલ છોડીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલા માટે ભારતીય વાયુસેના દ્વારા અત્યાધુનિક સ્ટોર્મ શેડો એટલે કે સ્કેલ્પ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સચોટ, શક્તિશાળી અને જમીનની નીચે બનાવેલા બંકરોને પણ તોડવાની ક્ષમતા ધરાતવી આ મિસાઈલ દુશ્મનો માટે એક દુ:સ્વપ્ન સમાન છે. ફાઈટર જેટની મદદથી છોડવામાં આવતી આ મિસાઈલ મજબુતમાં મજબુત ઈમારતોને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે.

Share This Article