GCAS Registration 2025: ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી 21 મે સુધી લંબાવાઈ છે. 16 મે સુધીમાં 2.08 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસમાં ક્વિક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક વર્ષ 2025-26થી જીકાસ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 માર્ચથી શરૂ થઈ ગઈ છે. સંપૂર્ણ ફોર્મ ફીલિંગ તથા ઓનલાઈન અરજીના વેરિફિકેશનની પ્રક્રિયાનો 9 મેથી પ્રારંભ થઈ ગયો છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ 19 મેના વિદ્યાર્થીઓને મળવાની હોવાથી તથા અસલ માર્કશીટ વિના વેરિફિકેશન નહિ થઈ શકે. જેના પગલે પ્રવેશના પ્રથમ તબક્કામાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા 21 મે સુધી લંબાવવામાં આવી છે. 16 મે સુધીમાં કુલ 2,08,981 વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
જેમાંથી કુલ 1,22,619 વિદ્યાર્થીઓએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જયારે કુલ 1,17,999 વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની કાર્યવાહી માટે યુનિવર્સિટી-કોલેજો દ્વારા 1000 જેટલા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરિફીકેશન સેન્ટર કાર્યરત છે. જેનો 50,000 વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા લાભ લેવાયો છે.