Gold price $3200 worldwide : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી ઉંચકાઈ આવ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ફરી ૩૨૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૧૯૩૧ વાળા ઉછળી રૂ.૯૨૮૦૦ બોલાતા થયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૨૩૦૧ વાળા રૂ.૯૩૨૦૦ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૪૬૦૬ વાળા વધી રૂ.૯૪૯૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૩૨૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ૧૦૦.૯૮ રહ્યો હતો. દરમિયાન, આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૫૧ વાળા વધી રૂ.૮૫.૬૪ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૨.૩૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૯૨ ડોલર છેલ્લે બેોલાઈ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૯૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૩૦૦ રહ્યા હતાજ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૫૫૦૦ રહ્યા હતા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૮૫ વાળા વધી ૬૫.૫૪ થઈ છેલ્લે ભાવ ૬૫.૪૧ ડોલર રહ્યા હતા.